________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા
૩૧
કે
નગરશ્રેષ્ઠીની આ મઢુલીમાં અમારું જીવન આનંદથી વ્યતીત થતું હતું. ક્યાં દિવસ ઊગે ને ક્યાં આથમે તેની ખબર સુધ્ધાં રહેતી નહિ. બાળપણથી પતંગિયાની જેમ પાછળ દોડતી લલિતા મારી પાસે હતી. રાજમહલની દીવાલો પર માથું પછાડતી મારી મા રૂપસુંદરી ક્યાંક લપાઈ ગઈ હતી. ખરે જ, વિસ્મૃતિ એ મનુષ્યજીવનની કેવી પ્રભાવક શક્તિ છે! રોજબરોજ મનુષ્યના જીવનમાં કેટકેટલા બનાવો બને, એ બધાય માણસના હૃદયમાં જળવાઈ રહે તો? તો એના પરસ્પર સંબંધોના તાણાવાણા જડતાં આંખે અંધારાં આવી જાય! પાગલ બની જવાય! એટલે જ કદાચ કુદરતે આ વિસ્મૃતિનું અણમોલ વરદાન આપ્યું હશે!
હું પોતે જ મારા ભાગ્ય પર ઓવારી ગઈ. અહીં મને કોઈ વાતની કમી નહોતી. મારા પતિ પણ પ્રેમાળ અને સુંદર હતા. મારા ગુરુદેવ જ્ઞાની, વત્સલ અને કરુણાસાગર હતા.
હું મારી મઢુલીન ગવાક્ષમાં ઊભી ઊભી ક્ષિપ્રા નદીને એકીટસે જોતી ઊભી હતી. પાછળથી કોઈએ આવીને અચાનક મારી આંખો દાબી દીધી. હું ગભરાઈ ગઈ. આંખ પર હાથની પકડ મજબૂત થઈ. ઓહ! આ તો લલિતાના હાથે હતા! હું હસી પડી... એ મને હર્ષથી ભેટી પડી. એણે કહ્યું : સખી, મારી વાત મારા પિતાજી માની ગયા!' કઈ વાત?' નહીં પરણવાની.!” “અરે ગાંડી, એમ તે ચાલે? તારે પરણવું તો પડશે જ!' “તો પછી હું તારી સાથે કેવી રીતે રહી શકીશ?” “તો શું કાયમ તું મારી સાથે રહેવાની છે?' ‘તું નહીં રાખે?' લલિતાની આંખો ભીની થઈ ગઈ. સ્વર આર્ટ થઈ ગર્યો. તેની મોટી મોટી મોહક આંખો મને જોઈ રહી.
માણા
૨૧૯
For Private And Personal Use Only