Book Title: Mayna
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 266
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજસરોવરોમાં કમલપુષ્પો પૂર્ણપણે વિકસ્યાં હતાં. વાઘો દુર્ગની સાથે પડઘા પાડતાં ગાજવા લાગ્યાં. દુંદુભિના નાદ અને તૂરિઘોષ આકાશ ગજવવા લાગ્યો. ધૂળની ડમરીઓ આકાશમાં ચઢી. રાજ કુમાર શ્રીપાલનું સ્વાગત! મહારાજાના જમાઈનું સ્વાગત! મયણાસુંદરીના ભર્તારનું સ્વાગત! નગરવાસીઓનાં હૈયાં લાગણીથી અધ અર્ધા થઈ જતાં હતાં. એમનાં દિલ મંગલકામનાઓની આરતી ઉતારતાં હતાં. ત્યાં તો રાજકાથી પર સોનેરસેલી ને મણિમુક્તાઓથી જડેલી અંબાડી નજરે પડી. અંબાડીમાં શ્રીપાલ અને મયણા બેઠેલાં હતાં. ઊગતા સૂર્યને પણ ઝાંખો પાડે તેવી તેજઆભા શ્રીપાલના મુખ પર ઝળહળી રહી હતી. શ્રીપાલની બાજુમાં જ મયણા બેઠી હતી. તેના હાથમાં રેશમી ઝૂલવાળો સુવર્ણપંખો હતો. હજી એની ઊઘડતી જુવાની હતી, પરંતુ એનો પ્રભાવ ઉજ્જયિનીની પ્રજા પર જામેલો હતો. એના પ્રવિત્ર ને સુંદર મુખને ક્ષણવાર પણ નીરખી લેવું, એ જીવનની અણમોલ પળ મનાતી હતી. આજે મયણા નગરવાસીઓને અત્યંત પ્રતિભાવંત લાગી. તેમણે જાયું હતું કે ઉંબરરાણાના કુષ્ઠરોગનું નિવારણ અને એના ૭૦૦ સાથી કુષ્ઠરોગીઓના રોગનું નિવારણ મયણાએ કર્યું હતું. મયણાનું સ્વમાની, પ્રતાપી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ માલવપ્રજાનું પ્રબળ આકર્ષણ બન્યું હતું. એ દિવસે ઉજ્જયિની નગરી અજબ ઉત્સાહ, અદમ્ય ઉલ્લાસ અને અમાપ હર્ષની તરંગાવલિઓમાં નાહી રહી હતી! આખા નગરમાં સૌ મયણાની પ્રભાવગાથા ગાઈ રહ્યાં હતાં. સવારી સામતરાજા પુણ્યપાલના રાજમહેલના વિશાળ દ્વાર પાસે પહોંચી. રાજકુળની સ્ત્રીઓ અમારાં ઓવારણાં લઈ સ્વાગત કરવા ઊભી હતી. અમે હાથી પરથી નીચે ઊતર્યા. અમારું સ્વાગત થયું. અમે ભવ્ય રાજમહેલમાં પ્રવેશ કર્યો. મહેલ પૂર્વાભિમુખ હતો. ખૂણામાં એક નાનો બાગ હતો. મારી મામી વિશાલા મને ખૂબ ગમતી. એ પણ મને ખૂબ ચાહતી હતી. મારી માતા રૂપસુંદરી સાથે પણ મારી મામીને સારો પ્રેમ હતો. મામા, મામી, માતા.. અને બીજા સ્વજનો મહેલના સભાખંડમાં ભેગાં માણો ૨પ૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298