________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના, એ સંઘર્ષમાં મારી પુત્રી વિજયી બનશે. તે માટે હું ભાઈના ઘેર રહીને એને ઉપયોગી બની શકું.' “પછી શું?'
મયણાનો પ્રશ્ન પતી જાય, એના પતિનો કુષ્ઠરોગ મટી જાય, બસ, પછી મારે... મારે સાધ્વી બની જવું છે!'
સાધ્વી? શા માટે?' આત્મસાક્ષાત્કાર માટે, બ્રહ્મસાક્ષાત્કાર માટે!” ભલે, એ સમયે જે ઉચિત લાગે તે કરજે . પણ મારી એક વાત માનજે.'
એક નહીં, આપ કહો એ બધી જ વાત માનીશ. પરંતુ આપ મને હવે આ મહેલમાં રહેવાની આજ્ઞા ના કરશો. આટલી મારી વિનંતી છે.”
ભલે, ભાઈના ઘેર જજે. સામતરાજા પુણ્યપાલ તને ખૂબ ચાહે છે. તું ત્યાં સ્વસ્થતાથી રહી શકીશ. પણ તારા મનમાં મહારાજા પ્રત્યે રોષ ના રાખીશ. એમના પ્રત્યે દુર્ભાવના ના રાખીશ. રૂપા! આ એક સંઘર્ષ છે. એક તરફ મહારાજાનો અહંકાર છે, કર્તુત્વનું અભિમાન છે, તો બીજી તરફ મયણાનો સિદ્ધાંત-સંઘર્ષ છે. વિવેકનો સંઘર્ષ છે.”
“રૂપા, તે છતાં મેં અહંકારી પુરુષની આંખો ભીની જોઈ હતી. એમના હૃદયમાંથી પુત્રી માટેની મમતાનો સ્પર્શ ગયો નથી. પરંતુ એ એક રાજા છે. સત્તાધીશ છે. હવે એ પાછળ પગલાં નહીં ભરી શકે. આપણે એમને ક્ષમા જ આપવાની છે.”
ક્ષમા? આવા અમાનવીય કર્મ કરનારને ક્ષમા? એ નહીં બને ગુરુદેવ.. મારી સમજુ અને સતી પુત્રીનું ઘોર અપમાન કરવાનો બદલો તો એમને મળવો જ જોઈએ. એમના અહંકારનો ચૂરો થઈ જવો જોઈએ.”
થશે રૂપા, તને પરમાત્મશક્તિ પર અને મહાન ગુરુના પ્રભાવ પર શ્રદ્ધા નથી? ઉંબરરાણાનો કોઢરોગ જે દિવસે મટશે એ દિવસે અહંકારીના અહંકારનો ચૂરો થઈ જ જવાનો છે. જૈન ધર્મના નિંદકોનાં મુખ સિવાઈ જવાનાં છે. તું રાહ જો. ધીરજ રાખ. મયણા કોઈ સામાન્ય સ્ત્રી-કન્યા નથી. એનું વ્યક્તિત્વ ભવ્ય છે, વિરલ છે અને દૈવી શક્તિથી સભર છે.” રૂપસુંદરીના મુખેથી એક વેદના-કાવ્ય સરી પડ્યું :
હે દેવ, ઝંખી'તી ઝરમર ઝાંખી ત્યાં એવી મુસળધાર વૈ
૧૪૪
મયણા
For Private And Personal Use Only