________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા અધ્યાપક પંડિત સુબુદ્ધિ અને ત્રીજા મારા ગુરુદેવ આચાર્ય મુનિચન્દ્ર - આ ત્રણેયે મને ધન્યવાદ આપ્યા છે. એ ત્રણેયે જ મને પ્રાજ્ઞ માની છે! મારા માટે તે ઘણું છે!”
ભદ્ર! હવે એ ત્રણેયની સાથે કમલપ્રભા પણ તને અંતરથી વધારે છે! પ્રેમથી થપથપાવે છે... અને સુખ-દુ:ખમાં સદૈવ સાથે રહેવાનું વચન આપે છે! “વત્સ, એક વાત પૂછું?' અવશ્ય પૂછો, ભંતે! શ્રીપાલ નીરોગી થઈ ગયાના સમાચાર શું રાજમહેલમાં નથી પહોંચ્યા?”
ના, માતાજી. હજુ મારી માતાને પણ સમાચાર નથી મળ્યા. મારી માતાએ તો મારી સાથે જ રાજમહેલ છોડ્યો હતો. એ મારા મામા પુણયપાલ કે જેઓ સામતરાજા છે, તેમના મહેલે ચાલી ગઈ હતી. હજુ તે મારા મામાના ઘરે જ રહેલી છે. તે માતેશ્વરી! મારે સામે ચાલીને કોઈને સમાચાર આપવા નથી. આપણે આ ઘરમાં સુખી છીએ. તમારા પુત્રને જોઈને હલ્વે કોઈ દુ:ખ યાદ આવતું નથી.”
કમલપ્રભાની આંખો ભીની થઈ ગઈ. તે મને ભેટી પડી. તેની આંખોમાંથી અવિરત અગ્રુધારા વહેતી રહી. મેં તેને ધીરે ધીરે શાંત પાડી.
“હે મહારાણી! પરમાત્માની. ભગવાન 28ષભદેવની અને ગુરુદેવ મુનિચન્દ્રની કેવી દિવ્ય કૃપા મારા પર, કે મને કુષ્ઠરોગીના રૂપમાં ચંપાનગરીનો રાજા ભર્તાર મળ્યો! અને રાજમાતા કમલપ્રભા જીવતીજાગતી અહીં આવી મળી! આ છે પુણ્યકર્મનો ખેલા પુણ્યકર્મ ઉદયમાં આવ્યા પછી મનુષ્યને કોઈ દુઃખી કરી શકતું નથી. હે ભગવતી! તમારો પણ કેવો શ્રેષ્ઠ પુણ્યોદય કે તમને તમારો પુત્ર નીરોગી મળ્યો!
અને બીજો શ્રેષ્ઠ પુણ્યોદય - ઉજ્જયિનીની રાજકુમારી અને પુત્રવધૂ મળી! એ પણ એક મહાસતી! મહાન સાત્ત્વિક અને પરમાત્માની પરમ ઉપાસિકા! સદ્ગુરુની કૃપાને પાત્રી"
હે ભગવતી, હજુ તો મારે ઘણી વાતો કરવાની છે... તમારા પુત્રની વાત તો ઘણી મોડી કરીશ... નારાજ નહીં થાઓને?'
કમલપ્રભા હસી પડી..
મયણા
For Private And Personal Use Only