________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
ઉજ્જયિની રાત્રિના અંધકારમાં સ્તબ્ધ હતી. વાતાવરણમાં અપૂર્વ નીરવતા હતી. પરંતુ મારા અણુ-અણુમાં ઝંકાર હતો. સ્પંદન હતું. સંવેદનાસંચેતના હતી. કેટલી માર્મિક અને વેધક હતી એ સંચેતના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું મારી કથા સંભળાવતી જતી હતી... હવે કથામાં વળાંક આવતો હતો. એ વળાંકે ‘એ' ઊભા હતા! શ્રીપાલ! ના, ના, ઉંબરરાણા!
એ બોલી ઊઠયા : ‘હવે મને મારી કરમકથા કહેવા દો...'
‘ના, બેટા, ના, પહેલાં, તારી કથા નહીં, મારી કથા કહેવી પડશે. એ પછી તારી કથા શરૂ થશે, પહેલાં મારી કથા સાંભળો.'
મયણા
સંભારણાં! એ વીત્યા દિવસોનાં સંભારણાં! એ પાગલ જીવનના અવશેષો... એના ય ધ્વંસાવશેષ... વિસ્મૃતિના શ્યામલ પટ પર પણ કદી યે વિલુપ્ત નહીં થનારાં એ સ્મરણો... કેવી અને કેટલી માદકતા ભરી છે એમાં? કેવી વેદના અનુભવાય છે એમાં? કેટલું દર્દ ચૂંટાયેલું છે એમાં? સુખ-દુ:ખનું એ અજબ સંમિશ્રણ - ઉલ્લાસ અને નિશ્વાસ... વિલાસ અને વેદના, ઐશ્વર્ય અને દારિદ્રચનું ભીષણ અટ્ટહાસ્ય... આહ...! કેટકેટલા નિશ્વાસ ને નિસાસા ભર્યા પડ્યા છે એમાં?
મારું ગત જીવન એ તો એવું સંભારણું છે કે જે સુખ-દુઃખથી જર્જરિત તથા માનવીય આકાંક્ષાઓ અને ભાવનાઓથી છિન્નભિન્ન પ્રાસાદનું એક કરુણાપૂર્ણ અવશેષ છે. એવા અનેક અવશેષો પરથી કાળનો અસીમ પ્રવાહ વહી રહ્યો છે. તેમાં નિતનવા તરંગો ઊઠ્યા છે... ભરતી વધતી ગઈ છે અને મારા જીવનના એ અવશેષ જાણે જળમગ્ન ખંડેરો થઈ ગયા છે. જળની અંદર જ અનાયાસ ધોવાઈને નાશ પામ્યા છે... હવે રહી છે સ્મરણોની થોડી શી માટી.
પણ એ માટીમાં ય જીવન છે. ભાવનાઓ અને વાસનાઓ એને ઉદ્દીપ્ત કરે છે. વિસ્મૃતિની શીતળતા એને ઠારે છે અને સુખ-દુઃખની ભીષણ આંધી
For Private And Personal Use Only