________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“બોલો, મહામંત્રી,.. જે વાત હોય તે નિ:સંકોચ કહો...” "દેવી, ધીમે બોલો... દીવાલોને કાન હોય છે...” હું મૌન થઈ ગઈ. “મહારાણી, આજે જ બાળરાજાને લઈ ગુપ્ત રસ્તે આપ જંગલમાં અદશ્ય થઈ જાઓ... અત્યારે જ આ રાત્રિમાં...'
નહિતર?' બાળરાજાની હત્યા... તમારી હત્યા... મારી હત્યા...”
હા! પડ્યુંત્ર ગોઠવાઈ ગયું છે.” “મહામાત્ય... આ બધું શું? બે વર્ષ પૂર્વે વિધવા બની અને આજે મારે રસ્તાની રઝળતી. ”
હાજી, આ બાળકુમારની રક્ષા ખાતર જંગલમાં ભાગી જવું પડશે. છુપાઈ જવું પડશે. રૂપપરિવર્તન કરવું પડશે... જંગલોનાં કષ્ટો સહવાં પડશે!'
મારી સ્વપ્નસૃષ્ટિ ભાંગી પડી. આંસુઓ વહેવા લાગ્યાં. એ આંસુઓમાં સ્વર્ગ મારું વહી ગયું. સ્વપ્નસૃષ્ટિમાં સ્વર્ગને વેરાન બનતું જોયું. સ્વપ્નમાં પણ હાય, એ સ્વર્ગ ચિરસ્થાયી થઈ ન શક્યું. સ્વપ્નલોકમાં એ જ રુદન!
માનવઆકાંક્ષાઓ ભગ્ન બને છે, નિરાશાઓ મોં ફાડીને એની સામે ઘૂરકે છે. કઠોર નિર્જીવ જીવન એ સ્વર્ગને હતું ન હતું, કરી મૂકે છે. છતાંય સ્વપ્નો જોવાની આ લત! આટલાં કઠોર સત્યોના અનુભવ પછી અને આવાં કરુણાજનક દ્રશ્યો જોવા છતાંય ફરીફરી એ સુખદ દિવસોને યાદ કરવા સ્વપ્નસૃષ્ટિમાં વિહરવાનું એ પ્રલોભન... એક વાર હોઠે લગાડી તરછોડી દેવું... કેટલી કઠોરતા? હૈયું દાખવી ન શકે તેવી નિષ્ફરતા જોઈએ.
પણ મારી એ સ્વપ્નસૃષ્ટિ મારા આશ્ચર્ય અને આનંદની એ વસ્તુ ભાંગી પડી... ઊડી ગઈ... પાર્થિવ સ્વર્ગને વેરાન બનતું જોયું, એ ખંડેરોનું કરુણ
દન સાંભળ્યું, એના એ મર્મભેદી નિસાસા સાંભળ્યા. એની સાથે હું પણ રડી પડી. મને લાગ્યું કે હું ખરેખર હું લૂંટાઈ ગઈ.
મને મહામંત્રીએ રાજમહેલમાંથી ગુપ્ત સુરંગના માર્ગે નગરની બહાર કાઢી. રાતનો પહોર હતો. મહામંત્રી માર્ગ ચીંધી, નમન કરી ચાલ્યા ગયા. કહેતા ગયા : “હવામાં ઓગળી જજો! શત્રુના હાથમાં ન આવી જશો...”
માણા
For Private And Personal Use Only