________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આ કાપાલિકામાં ત્રણ કાપાલિક ખૂબ પ્રસિદ્ધ હતા. તેઓ જટાધારી હોવાથી જટિલ કહેવાતા. એમના શિષ્યો પણ મુંડન નહોતા કરાવતા. એમાં એક પાખંડ કાપાલિક હતા. તેમના ૫૦૦ જટિલ શિષ્યો હતા. બીજા અખંડ કાપાલિક હતા, તેમના ૩૦૦ જટિલ શિષ્યો હતા. ત્રીજા પ્રચંડ કાપાલિક હતા, તેમના ૨૦૦ શિષ્યો હતા. આ ત્રણ પાખંડ-અખંડ-પ્રચંડના નામે પ્રસિદ્ધ હતા. તેમના શાસ્ત્રજ્ઞાનની, તેમની દૈવી સિદ્ધિઓની, તેમની ઉગ્ર તપશ્ચર્યાની અને મહાન શક્તિઓની માલવદેશમાં ધાક વાગતી હતી. તેમને રાજા-મહારાજાઓ ને શ્રીમંત શ્રેષ્ઠીઓ સ્વર્ણ-રત્ન અને રજતના ઢગલા ભેટ આપતા હતા. લોકો તેમને મહાન શક્તિસંપન્ન અને મહાચમત્કારી માનતા હતા અને પેલા ત્રણેય કાપાલિકો પોતાને અર્હત્ કહેવડાવતા હતા.
આ ત્રણ કાપાલિકો મોટા મોટા યજ્ઞ કરાવતા હતા. તેમાં મગધ, કૌશલ, વત્સ, અંગ વગેરે દેશોના શ્રદ્ધાળુઓ અન્ન, ધૃત, રત્ન, કૌશેય, મધુ આદિ લઈને આવતા હતા. ત્યારે પંદર-પંદર દિવસોના મેળા ભરાતા હતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે ભગવતી! જેવા અમે શૈવમઠમાં દાખલ થયા, અમારું પેલા ત્રણ પાખંડ-અખંડ અને પ્રચંડે સ્વાગત કર્યું. અમારા મસ્તકે કંકુનાં તિલક કર્યાં અને અક્ષતથી વધાવ્યા. તે પછી અમને સ્વામી અઘોરાનંદની પાસે લઈ જવામાં આવ્યા. સ્વામી અવોરાનંદ પોતાના શિષ્યોની સાથે મૃગચર્મ પર બેઠા હતા. એમનું શરીર બિલકુલ કાળું હતું. છાતી વિશાળ હતી. આંખો ચમકદાર હતી. તેમણે કમર પર એક સુતરાઉ વસ્ત્ર લપેટેલું હતું અને તેનો રંગ સરી જેવો હતો. શરીર પર સ્વચ્છ જનોઈ હતી, માથે મોટી ચોટી હતી.
મારા પિતા મહારાજ પ્રજાપાલે બે હાથ જોડી, મસ્તક નમાવી નમ્ર વાણીમાં કુશલપૃચ્છા કરી.
‘ભદંત, આશ્રમમાં કોઈ અસુવિધા તો નથી ને?’
૩૪
‘નહીં, રાજેશ્વર! માલવપતિના સામ્રાજ્યમાં અમે નિશ્ચિંત છીએ. પરંતુ...’ ‘કહો, ભંતે! પરંતુ શું?'
‘આ રાજકુમારીને અહીં ક્યારેય જોઈ નથી, રાજ!' અઘોરાનંદજીએ મારી તરફ દૃષ્ટિ કરીને કહ્યું,
‘હા ભંતે, એ આજે પહેલી વાર જ આપનાં દર્શને આવી છે.’ મારા પિતાએ કહ્યું.
For Private And Personal Use Only
પ્રણા