________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘડા જોઈશે. પછી વિભિન્ન વનસ્પતિ, ફળ, નૈવેદ્યનાં સેંકડો ભરેલાં પાત્ર જોઈએ. એ આગમાં હોમાશે. પછી યજ્ઞવેદીની પાસે ધૂપની ચારેય બાજુ એક મોટા વાડામાં દેશ-દેશાન્તરથી લાવેલાં વાછરડાં, બળદ, ભેડ વગેરે પશુઓને વિવિધ રંગોથી રંગવાનાં અને પુષ્પોથી શણગારવાનાં. પછી એ પશુઓની પૂજા કરવાની. તેમને લીલું લીલું ઘાસ ખવરાવવાનું અને પછી એ પશુઓને યજ્ઞની આગમાં હોમી દેવાનાં. દેવતાઓને, દેવીઓને માંસનો હવિભંગ અર્પણ કર્યા પછી જે માંસ બચે, તેમાં હરણ, વરાહ આદિ પશુઓનું માંસ મેળવવાનું કંદ-મૂળ-ફળ-તલ, મધ, ઘી વગેરે મેળવીને ‘ખાંડવરાગ' તૈયાર કરવાનો. એ ખાંડવરાગ વેદપાઠી બ્રાહ્મણો... તાપસો, કાપાલિકો વારંવાર માગીને ખાવાના! એક-એક દેવતાનું આહ્વાન કરીને વિવિધ પશુઓ, પક્ષીઓ, જલચરો અને વૃષભોની આહુતિ યજ્ઞકુંડમાં આપવાની હોય છે.'
બ્રાહ્મણ, ક્ષત્રિયો વગેરે યજ્ઞબલિનો પ્રસાદ શ્રદ્ધાપૂર્વક ખાશે. ગૃહસ્થાશ્રમી શ્રોત્રિય બ્રાહ્મણો માટે દૂધ, ખીર, ખીચડી, માંસ, વડાં, સૂપ વગેરે ખાનપાન બનશે. સાથે સાથે ભુંજાયેલા માંસ સાથે, સોનાનાં, ચાંદીનાં અને રત્નોનાં પાત્રોમાં મદ્યપાન કરશે. પછી નાચશે કે કૂદશે!
યજ્ઞની આ વાત, મંત્રણાગૃહની બહાર દ્વાર પાસે ઊભેલી રાણી રૂપસુંદરી સાંભળી રહી હતી. તેણે મંત્રણાગૃહમાં પ્રવેશ કર્યો કે મહામંત્રી વિષ્ણુધર ઊભા થઈ ગયા. મહારાણીને બેસવા માટે સુખાસન આપ્યું. ત્રણેય કાપાલિકો રૂપસુંદરીને જોઈ રહ્યા.
આ મહારાણી રૂપસુંદરી છે.' મહામંત્રીએ કાપાલિકોને પરિચય આપ્યો. અખંડ કાપાલિકે પૂછ્યું : “મહારાણી સૌભાગ્યસુંદરી નથી પધાર્યા?”
આવી રહ્યાં છે. મહામાત્ય સોમદેવ પણ આવી રહ્યા છે.' “મહારાજા પર આસુરી શક્તિનો પ્રભાવ છે, તેથી તેઓ અર્ધવિક્ષિપ્ત બન્યા છે. તેમને સારા કરવા માટે યજ્ઞ કરવાની વાત આ ત્રણ સિદ્ધપુરુષો કરી રહ્યા છે.'
“આ રાજમહેલમાં હિંસક યજ્ઞ નહીં થઈ શકે.' મહારાણી રૂપસુંદરીએ ગંભીરતાથી કહ્યું.
તો પછી?' વિષ્ણુધર બોલ્યા.
૪૦
મયણા
For Private And Personal Use Only