________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘જેમાં જીવહિંસા ન થવાની હોય તેવો ઉપાય શોધવો જોઈએ.”
ત્યાં સૌભાગ્યસુંદરીએ મંત્રણાગૃહમાં પ્રવેશ કર્યો. મહામંત્રીએ રૂપસુંદરીની પાસે જ સુખાસન આપ્યું. સૌભાગ્યસુંદરીએ ગૃહમાં પ્રવેશતાં જ રૂપસુંદરીની વાત સાંભળી હતી. તેણે કહ્યું :
‘ઉપચાર કોઈ પણ હોય, હિંસક કે અહિંસક, મહારાજાને સારું થઈ જવું જોઈએ.”
‘પણ તે માટે સર્વપ્રથમ અહિંસક ઉપચારો કરવા જોઈએ. તે અંગે રાજવૈદ્ય મોહનગિરિની સલાહ લઈએ. બીજા પણ નજીકના રાજ્યોના કુશળ વૈદ્યોને બોલાવીને ઉપચારો કરીએ, જો એથી સારું થઈ જાય.'
પણ આ શારીરિક રોગ નથી, મહારાણી!' અખંડ કાપાલિક બોલ્યો : આ દેવી ઉપદ્રવ છે. માટે વૈદ્યો આનો ઉપચાર ન કરી શકે...'
તો પછી એવા માંત્રિકોને બોલાવી લાવીએ કે જેઓ મંત્રશક્તિથી દેવી ઉપદ્રવ દૂર કરી શકે. તેમાં કોઈ જીવની હિંસા ન થાય!'
‘પરંતુ મહાદેવી, યજ્ઞો તો સર્વત્ર થાય છે. મગધમાં થાય છે, શ્રાવસ્તિમાં થાય છે, ચંપામાં થાય છે... અંગદેશમાં થાય છે... ઘણા બધા રાજામહારાજાઓ મોટા મોટા યજ્ઞ કરે છે... મોટા શ્રેષ્ઠીઓ... બ્રાહ્મણો કરે
‘ભલે કરતા હોય, પણ તે ક્યારેય ઉપાદેય નથી. જીવહિંસા પાપ જ છે. ધર્મના નામે જીવહિંસા કરવી નરી અજ્ઞાનતા છે.'
પરંતુ બ્રાહ્મણગ્રંથોમાં અને તે પછી શ્રૌતસૂત્રોમાં યજ્ઞસબંધી બલિદાનોની વિસ્તારપૂર્વક વ્યાખ્યા છે... શતપથ અને તૈત્તિરીય બ્રાહ્મણોમાં પણ સોમવાદમાં અજ (બકરો), ગાય, અશ્વ આદિ પશુઓનો વધ કરી એમના માંસનું યજન કરવાનું વિધાન છે! અરે, બૃહદારણ્યક ઉપનિષદમાં લખ્યું છે કે, “કોઈ ઇચ્છે કે મારો પુત્ર વિદ્વાન, વિજયી અને બધા વેદોનો જ્ઞાતા થાય”, તો તેણે બળદના માંસમાં ચોખા-પુલાવ-ઘી નાંખીને ખાવું જોઈએ. અખંડ કાપાલિકે બ્રાહ્મણગ્રંથોનો હવાલો આપ્યો.
મહારાણી સૌભાગ્યસુંદરીનો રથ શૈવમઠમાં પ્રવેશ્યો. મઠના તાપસકુમારો તથા તાપસકુમારિકાઓએ રાણીનું સ્વાગત કર્યું. રાણી રથમાંથી ઊતરીને સીધી જ સ્વામી અઘોરાનંદજીની વિશાળ કુટિરમાં ચાલી ગઈ. મહારાણીએ સ્વામીને પ્રણામ કર્યા.
માણા
For Private And Personal Use Only