________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવ્યાધિઓનો હું જ એક માત્ર શામક છું. તમે ગરૂપ, તપ, ચિદરૂપ થઈ જાઓ! શિવોડÉ શિવોSહં શિવોSહં.”
વાણીમાં વિનય, શબ્દોમાં ગાંભીર્ય અને કથનીય શાસ્ત્રીય! રાજા અને પ્રજાનાં મન પ્રસન્ન થયાં. મહારાજાએ સુરસુંદરીને બીજો પ્રશ્ન પૂછયો :
હે ભદ્ર! પુણ્યથી મનુષ્યને શું પ્રાપ્ત થાય છે?
હે તાત! પુણ્યથી મનુષ્યને બુદ્ધિનો વૈભવ મળે છે. તેને સુંદર સશક્ત શરીર મળે છે. મનોરમ રૂપસંપદા મળે છે. મદમસ્ત યૌવન પ્રાપ્ત થાય છે. મનગમતો પ્રિયતમ મળે છે અને અપાર ધન-સંપત્તિ મળે છે. હે તાતપાદ! અમારો જન્મ રાજ કુળમાં થયો તે પુણ્યથી! આપના જેવા વાત્સલ્યપૂર્ણ પિતા મળ્યા તે પુણ્યથી! અતિ સ્નેહસ્નિગ્ધ માતા મળી તે પુણ્યથી... અને પ્રેમ તથા મૈત્રી આપનારા સ્વજન-પરિજનો મળ્યા તે પણ પુણ્યથી! બધાં જ સુખ.. પિતાજી! પુણ્યથી પ્રાપ્ત થાય છે.”
મહારાજા બોલી ઊઠ્યા : “સરસ ઉત્તર આપ્યો સુરાએ! વિનયવિવેકભર્યો ઉત્તર આપ્યો સુરાએ! શાસ્ત્રષ્ટિથી સાચો ઉત્તર આપ્યો સુરાએ! હું સુરાને લાખ લાખ અભિનંદન આપું છું.”
મહારાજાના આ નિવેદન સાથે જ રાજસભાએ સુરસુંદરીનો જયજયકાર કરી દીર્ધા. મહારાણી સૌભાગ્યસુંદરી પણ ખૂબ પોરસાઈ. મહાપંડિત શિવભૂતિ સંતુષ્ટ થયા.
મહારાજા પ્રજાપાલ સુરસુંદરીના પ્રત્યુત્તરથી રાજીના રેડ થઈને બોલ્યા: સુરા, બેટી! હું તારા પર પ્રસન્ન થયો છું. તેં મારી કીર્તિમાં અભિવૃદ્ધિ કરી છે. માંગ, તું જે માગે તે આપું! આ દુનિયામાં હું જેના પર પ્રસન્ન થાઉ તેને હું જે માગે તે આપું! તેને ધનના ઢગલા આપે! તેને સુંદર સ્ત્રી આપું! તેને મોટા મહેલ આપું! માન-સન્માન આપું... એને ન્યાલ કરી દઉં! અને સાંભળી લે બેટી! હું જેના પર રોપાયમાન થાઉં, તેને ખેદાનમેદાન કરી નાંખ્યું. એનું નામોનિશાન ન રહેવા દઉં... મારી એટલી અગાધ શક્તિ છે.” રાજા પ્રજાપાલનાં મદછલકાતાં વચનો રાજસભામાં પડઘાયાં. સુરસુંદરી ઊભી થઈ, બે હાથ ઊંચા કરી મોટા સ્વરે બોલી ઊઠી : આપે કહ્યું તે સાચું છે, પિતાજી! આપે કહ્યું તે પરમ સત્ય છે. એમાં કોઈ શંકા જ નથી. આ જગતને જિવાડનારાં બે જ તત્ત્વો છે. એક રાજા અને
મયણ
૩પ
For Private And Personal Use Only