________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાખવું જોઈએ કે ‘હું બીજાને સુખી કરું છું કે હું બીજાને દુઃખી કરી દઉં!’ રાજસભા સ્તબ્ધ હતી. મયણાનો મધુર સ્વર દૃઢ થતો જતો હતો. તે પોતાના પિતા-મહારાજાને કર્મસિદ્ધાંત સમજાવવા ઇચ્છતી હતી. તેણે સ્વરમાં નમ્રતા લાવીને કહ્યું :
‘હૈ તાત! જન્મ-જીવન અને મૃત્યુ - ત્રણેય પર કર્મોનું આધિપત્ય રહેલું હોય છે. કર્મોની અપ્રતિમ પ્રબળતાની આગળ દેવેન્દ્રો, ચક્રવર્તીઓ, બલદેવો અને વાસુદેવો પણ ઝૂકી પડે છે... નમી જવું પડે છે! અરે, તીર્થંકરોને પણ પોતાનાં પૂર્વકૃત કર્મોના ઉદયથી આવતાં સુખ-દુઃખ ભોગવવાં જ પડે છે!'
‘હે તાત, બારમા દેવલોકના ઇન્દ્ર સીતેન્દ્ર. નરકમાં ગયેલા લક્ષ્મણજીને બચાવીને નરકમાંથી લઈ આવવા ગયેલા... પણ તેઓ ન બચાવી શક્યા. નરકની વેદનાથી લક્ષ્મણજીને સીતેન્દ્ર મુક્ત ન કરી શક્યા.'
‘માટે કે તાત, મારી શ્રદ્ધા તો આ સર્વજ્ઞભાષિત કર્મસિદ્ધાંત પર છે.’ ‘પરંતુ બેટી, મારે તારા માટે યોગ્ય વર શોધવો પડે ને? મારે તને સુખી કરવાની ભાવના તો હોય ને?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ભાવના તો સહુ જીવોને સુખી કરવાની ભાવવાની છે, પરંતુ ‘હું જ તને સુખી કરી શકું', એવી ધારણા ખોટી છે.'
‘તો શું હું ધારું એને સુખી અને ધારું એને દુ:ખી ન કરી શકું એમ તું કહેવા ચાહે છે?'
અમણા
‘હા તાત, હું એ મિથ્યા અભિમાન ત્યજવાનું કહું છું... જોકે આવી રાજસભામાં આવી તાત્ત્વિક વાત કરવી મને ઉચિત લાગતી નથી...'
આવી સભામાં એટલે કેવી સભા છે આ?’
‘જી-હજુરિયાઓની સભા છે આ! આપ જે કહો... તેમાં હા પાડવાની... સંમતિ આપવાની... બસ એક ખુશામત કરવાની. આવી છે આ રાજસભા.’
ખેર, જેવી હોય તેવી ખરી સભા, તું તારા માટે કોને પસંદ કરે છે? અથવા તું કહે તો હું તારા માટે યોગ્ય વરની પસંદગી કરું? પરંતુ હવે તારાં લગ્ન થવાં જોઈએ.'
મયણાની દૃષ્ટિ જમીન પર સ્થિર થઈ. તેણે મનોમન કંઈક નિર્ણય કર્યો, મહારાજા સામે જોયું. તે બોલી :
‘તાત! પસંદગી કરવાવાળી હું કોણ? પસંદગી તો મારાં કર્મો કરશે! મને મારાં કર્મો પર વિશ્વાસ છે...'
For Private And Personal Use Only
૩૯