________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાત? “કાળ’ અને ‘કર્મ' અનુકુળ બને છે એટલે આપોઆપ અભીષ્ટની પ્રાપ્તિ થાય છે, તે તાત, સાચી વાત કહેવી તે અહંકાર નથી પણ સ્પષ્ટવાદિતા છે.”
“ના, ના, મયણા! તારું આ સર્વનાશી અભિમાન છે. આજ સુધી મેં મારા દેશમાં તારા જેવી સ્વેચ્છાચારી કન્યા બીજી જોઈ નથી.” ‘ભલે તાત, આપ એમ માનો...' “તો શું તું જીવનપર્યત કુંવારી રહીશ? સ્વચ્છંદાચારી.. ચોખ્ખું કેમ બોલતી નથી?
‘તાત, હું કંઈ જાણતી નથી કે મારા કર્મો કેવાં છે... કેવા કર્મો ક્યારે ઉદયમાં આવશે? હા, એટલું જાણું છું કે યોગ્ય કાળે ને સમયે મને પ્રિયતમની પ્રાપ્તિ થશે... મારી સામે આવીને ઊભા રહેશે... મારે શોધવા જવાની જરૂર નથી કે આપે પણ...”
મયણા, તું. હદ વટાવે છે આ તારો સ્વેચ્છાચાર છે. શું તને જન્મ આપનારાં જનક-જનેતાનો તારા પર કોઈ અધિકાર નથી?
મહારાજાની ઉગ્રતા વધતી જતી હતી. સભામાં ઉત્તેજના વ્યાપતી જતી હતી. સભાજનોના શ્વાસ અધ્ધર બંધાયા હતા, હૈયાં ધકૃ-ધ થઈ રહ્યાં હતાં, આ રાજહઠ હતી! સામે સ્ત્રીહઠ હતી!
“હે તાત, જનક-જનેતા આપ આ મારા દેહના છો. તે પણ માત્ર નિમિત્તરૂપે! મારા આત્માના માતા-પિતા તો જુદાં છે! આત્માનો શુદ્ધોપયોગ મારા પિતા છે ને આત્મરતિ મારી માતા છે! આ માત્ર વિચાર નથી, સિદ્ધાંત છે, સત્ય છે.'
તો હું તારો જનક નહીં? અને તારી માતાએ તને જણી નહીં?
હા, જન્મ આપનારાં મારાં કર્મો હતાં! તમે બંને એમાં નિમિત્ત બન્યાં હતાં! હું તમારી કૃતજ્ઞ છું; મહારાજા! આપનો ઉપકાર માનવો તે ઉપચાર છે, વ્યવહાર છે. જ્યારે વાસ્તવિકતા એનાથી જુદી છે. દરેક જીવ પોતાના જન્મ-જીવન અને મરણના સ્વામી સ્વયં છે, બીજા કોઈ નહીં.'
‘નિર્લજ્જતાની હદ છે ખરી? મારા જ વીર્યનું બુંદ મારી સામે વિદ્રોહ કરે છે...”
હે રાજેશ્વર! આપ આપના અનન્ત વીર્યને... આપના આત્મસ્વરૂપને ઓળખતા હોત તો...'
મણા
૧
For Private And Personal Use Only