________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી વર્ષા! હે પ્રજાપાલક સમ્રાટ! આપ જ પ્રજાને સુખી કરનારા છો...”
ત્યાં રાજસભામાંથી હજારો ઘોષ પડઘાયા : “સાચી વાત... સાચી વાત! રાજદુહિતાની વાત સાવ સાચી... મહારાજા પ્રજાપાલ જ અમારા પાલક છે. રાજદુહિતા સુરસુંદરી ખરેખર ચતુર છે, સમજદાર છે, તત્ત્વજ્ઞ છે.'
સુરસુંદરી વેદિકા પરથી નીચે ઊતરી મહારાજા પાસે જઈને ઊભી રહી. મહારાજાએ ઊભા થઈ ખૂબ વાત્સલ્યથી એના મસ્તકને સંધ્યું અને આશીર્વાદ આપ્યા. કહ્યું :
કહે બેટી! તને જે ગમે તે માગ! આજે તારી મનોકામના પૂર્ણ કરીશ. જરાય સંકોચ રાખ્યા વિના તું માગ!'
મહારાજાના સિંહાસનથી ત્રીજા જ સિંહાસન પર બેઠેલા રાજ કુમાર અરિદમન તરફ સહસા સુરસુંદરીની દૃષ્ટિ પડી. એ દૃષ્ટિમાં રાગ હતો, મોહ હતો, સ્નેહ હતો. મહારાજાને રાણી સૌભાગ્યસુંદરીએ અરિદમન અને સુરસુંદરીના શૈવ આશ્રમમાં થયેલા સંવનનની વાત કરેલી જ હતી. રાણીને સ્વામી અધોરાનંદજીએ વાત કરી હતી. અધોરાનંદજીની વાત સૌભાગ્યસુંદરી માનતી હતી એટલે સુરસુંદરીએ અઘોરાનંદજી દ્વારા રાણીને વાત પહોંચાડી હતી.
જોકે શંખપુરીનો રાજકુમાર અરિદમન રૂપવાન હતો, બલવાન હતો અને કામણગારો હતો. એટલે એ જ વખતે મહારાજાએ અરિદમનને આદરપૂર્વક પોતાની પાસે બોલાવી પૂછી લીધું.
આ મારી પુત્રી સુરસુંદરી તમને વરવા ઇચ્છે છે. તમે પણ મારી પુત્રીને વરવા ચાહો છો ને?” રાજ કુમારે સંમતિ આપી કે તરત જ મહારાજાએ રાજકુમારના લલાટે કંકુનું તિલક કરી ઘોષણા કરી :
‘હું મારી પુત્રી સુરસુંદરીના વિવાહ કુરુજં ગલ દેશના રાજકુમાર અરિદમન સાથે કરું છું.” રાજસભામાં હર્ષનાદ થયા.
બેટી મયણા, મેં જાણ્યું છે કે તેં પંડિત શ્રેષ્ઠ સુબુદ્ધિ પાસેથી જૈનદર્શનનું ગહન અધ્યયન કર્યું છે. તું જેવી અનુપમ સુંદર છે એવી જ તું અનુપમ વિદુષી છે. જાણે કે સ્વર્ગની મંજૂષામાં કસ્તૂરીની મહેક!'
નહીં તાત, હું એવી વિદુષી નથી બની કે આહત ધર્મનું એવું ગહન
મયા
For Private And Personal Use Only