________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભા જેવું એનું મુખ છે! અષ્ટમીના ચન્દ્ર જેવું એનું ભાલ છે અને અંબજપાંખડી જેવી એની આંખડીઓ છે. ગૌરવર્ણી મારી મા, દિવસની કુમુદિનીની જેમ પોપચાં ઢાળીને ધ્યાનમગ્ન બેઠી હતી. હું એની પાસે જઈને ધબ્બ કરતી બેસી ગઈ. તેણે મારી સામે જોયું. મારા મુખ પર સ્મિત ઊભરાયું. આંખો નાચી ઊઠી ને બોલી પડી
મારી મા! તું કેટલી બધી સુંદર છે! બ્રહ્માએ તને ઘડવામાં ઘણો સમય લગાડ્યો હશે, નહીં?' એના બે ગાલ મારા બે હાથમાં દબાવ્યા. તેણે મારા હાથ છોડાવીને કહ્યું : ‘મયણા, તારા પિતા અહીં આવ્યા હતા...” આવે જ ને! તારી પાસે.” મારી વાત સાંભળ, તારી શરારત હમણાં બંધ! “પ્રકાશો, મહારાણી!”
આજે તેમણે કહ્યું કે મયણા અને સુરા, બંને પુત્રીઓ મોટી થઈ છે. યૌવનમાં પ્રવેશી છે. વળી તેમનું અધ્યયન પણ પૂરું થયું છે. એટલે રાજસભામાં તમને બંને બહેનોને બોલાવવી અને તમારા જ્ઞાનની તથા બુદ્ધિની પરીક્ષા લેવી. રાજસભામાં તમારું બંને બહેનોનું માન વધે, તમારી શોભા વધે, કીર્તિ ફેલાય... અને તમને બંનેને યોગ્ય...
વર મળી જાય! એમ જ ને?'
હા, રાજકુમારી યૌવનમાં પ્રવેશે એટલે માતા-પિતાનું એ કર્તવ્ય બને છે. સુયોગ્ય વરની પસંદગી કરવાની... એની શોધ કરવાની.'
ઠીક છે મા, આ તો સંસારનો અનાદિકાળથી ચાલ્યો આવતો ક્રમ છે... બાકી, આવી બધી વાતો તો તે તે જીવનાં કર્મોને આધારે બનતી રહેતી હોય છે. ખેર, રાજસભામાં અમારી પરીક્ષા લેવાનો ક્યો દિવસ નક્કી થયો છે?”
તમે બે બહેનો જ્યારે કહો ત્યારે, તમારે પરીક્ષા આપવાની તૈયારી કરવી પડશે ને!'
આપણે તો પ્રતિદિન તૈયાર છીએ! અત્યારે તારે પરીક્ષા લેવી હોય તો અત્યારે બેસી જઈએ! હા, સુરાને પૂછવું પડે.”
આવતી કાલે સુરાને પૂછીને દિવસ નક્કી કરી લઈએ.” ભલે મા!' હું ઊભી થઈ. મારા શયનખંડમાં ગઈ.
પ૪.
માણા
For Private And Personal Use Only