________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે મારી માતાએ મને ઍક નવો વિચાર આપ્યો હતો. મેં ક્યારેય વર અંગે વિચારેલું ન હતું. મને આશ્ચર્ય થયું હતું, ઘણું આશ્ચર્ય થયું હતું કે મેં ક્યારેય લગ્ન અંગે વિચાર્યું ન હતું! આજે મારી માતાએ વરની પસંદગી કરવાની, વરની શોધ કરવાની વાત કરી હતી. મારું મન થોડું ચંચળ બન્યું... મને મારું રૂપ જોવાનું મન થયું. શણગાર સજવાની ઇચ્છા જાગી અને તરત જ ઇચ્છાને કાર્યાન્વિત કરી.
મેં મારા ડાબા હાથમાં હીરાની ચમકતી બાર બંગડીઓ પહેરી. જમણા હાથમાં સોનાનું નકશીદાર કડું પહેર્યું ગુલાબી રંગનો ચણિયો પહેર્યો. તેની કળીએ કળીએ સોનેરી કસબની ઊભી પટ્ટીઓ ચોડેલી હતી. એના ઘરમાં કસબ ભરેલાં ગુલાબ કંડારેલાં હતાં. શરીર પર પારદર્શક આછા પીળા રંગની ઓઢણી નાંખી. ચણિયાના રંગની જ ચોળી પહેરી. કમર પર સોનાની સેરોમાં ગૂંથેલો કંદોરો બાંધ્યો. તેમાં અંતરે અંતરે ગોળાકાર ચાંદલામાં જડેલાં નીલમ, માણેક અને હીરાના બુટ્ટા જાણે આપમેળે ઓજસ વેરતાં હોય તેમ ચમકતાં હતાં. આ કંદોરાને લીધે હું વધુ મહિક લાગતી હતી. મારા હોઠ પરવાળા જેવા લાલ હતા. ચહેરા પર લાલી છવાયેલી હતી, કાજળમઢી આંખોમાં ચોખ્ખી સફેદી ચમકતી હતી. મેં મારા વાળ એક સેરમાં ગૂંચ્યા હતા. એ સેર મારી છાતી પર રમતી હતી...
આ બધું મેં મારા શયનખંડમાં જડાયેલા મોટા અરીસા સામે ઊભા રહીને જોયું હતું. મેં મારા સુશોભિત દેહને જોયો હતો! એ જોતાં જોતાં મારા હોઠ પર માદક ભીનાશ છવાઈ હતી. છાતીમાં જાણે શ્વાસ ભરાઈ ગયો હતો. પીઠમાં મગરૂબી દેખાતી હતી અને નિતંબમાં અવર્ણનીય ચુસ્તાઈ આવી હતી...
હું થોડો સમય સ્તબ્ધ બનીને જોઈ રહી. પહેલી જ વાર આવી ઘેલછા ઊઠી હતી. શયનખંડમાં હું એકલી જ હતી. મને લાગ્યું કે કોઈ રાજકુમાર દિવ્ય શક્તિથી અત્યારે મારા શયનખંડમાં આવી જાય તો મને જોઈને પાગલ થઈ જાય... મને ઉપાડી જાય એના દેશમાં અને મને પરણવા મારા પગમાં આળોટી પડીને પ્રાર્થના કરે! અને ખરેખર હું સ્વપ્નલોકમાં ઊતરી
પડી.
અહો દેવી! માલવદેશની રાજબાલાનું આ દેવકુમાર અભિવાદન છે.'
કરે
મયણા
For Private And Personal Use Only