________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાંભળીને હું દેશ-કાળનું ભાન ભૂલી ગઈ. મારી પલકો ઢળી ગઈ. હું સ્તબ્ધ બનેલી ઊભી રહી... ત્યાં એ કુમાર બોલ્યો :
‘સંકોચ ન રાખો. દેવકુમાર તમારી સેવામાં છે. આજ્ઞા કરો.' આદેશ તો આપ કરો... મને લજ્જિત ન કરો, દેવ!'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ખરેખર, તમે પરમ સુંદરી છો. એક વાર તમને પ્રત્યક્ષ જોવાની ઇચ્છા હતી. બધી જ રીતિ-નીતિ તોડીને અહીં ચાલી આવ્યો છું.'
‘કૃતજ્ઞ છું દેવ! આપ અહીં આવ્યા કેવી રીતે?'
‘આકાશમાર્ગે!’
‘ક્યાંથી?”
‘વૈતાઢ્યપર્વત ઉપરના રથનૂપુર નગરથી!'
‘તો શું આપ વિદ્યાધરકુમાર છો?' મારી આંખો વિકસ્વર થઈ ગઈ. ‘હો... તમારું અનુપમ રૂપ...’
‘પણ કુમાર, રૂપ તો રજ છે... એક દિવસ રૂપ રજ થઈ જવાનું! એવા રૂપને લઈને શું કરશો, કુમાર?'
‘તમે જે છો, જેવાં છો... મને ગમો છો. મેં સુંદરીઓ તો ઘણી જોઈ.. મનપસંદ સુંદરીની શોધમાં કેટલાય દેશ-દેશાન્તર ભટક્યો છું! પર્વતો પાર કર્યા, નદીઓ તરી અને સમુદ્રો પાર કર્યા... પરંતુ મારી કલ્પનાસુંદરી ક્યાંય ન મળી... પણ તમારી રૂપશ્રી અનન્ય છે... તમે જ છો મારી કલ્પનાસુંદરી''
‘આપ જે જુઓ તે સાચું! આવો દેહ ધારણ કરી હું કૃતાર્થ થઈ... પરંતુ હે કુમાર! હું એવો વ૨, એવો પતિ ચાહું છું કે જે જરા અને મરણનો શિકાર ન બને... શું તે છો તમે?'
‘એ હું શું જાણું?'
‘સાંભળો દેવ! વચન આપો કે તમે વૃદ્ધ નહીં થાઓ... તમે મરશો નહીં...'
‘સુંદરી! જરા અને મૃત્યુથી મુક્ત રહેવાનો દાવો તો કેવી રીતે કરી શકું? હું તો એક સાધારણ યુવક છું.'
‘તો સાધારણ યુવકથી મયણાનું કામ નહીં થાય દેવ!'
૫૬
'સુંદરી! જરા અને મૃત્યુથી મુક્ત કોઈ યુવકને મેં આજ સુધી જાણ્યો નથી... અને મારું જ્ઞાન કેટલું થોડું? દેવી, તમે શાની છો... તમે જાણો છો કે એ
For Private And Personal Use Only
ગણા