________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
૫૮.
ઉજ્જયિનીના રાજમાર્ગ પરથી પોતાની સખી લલિતા સાથે રાજસુતા રૂપાંગના... એક ચિરંતન યૌવના મયણાસુંદરી પસાર થઈ રહી હતી. તે ઋષભપ્રાસાદ તરફ જઈ રહી હતી. તેના વાળનો બધો જથ્થો તેણે જમણી બાજુના કાન આગળથી છાતી પર લીધો હતાં. તેના વાળ નિતંબ સુધી આવતા હતા. તેનો એક હાથ છાતી પર હતો, તેની ઓઢણી ઊડી ન જાય તે માટે છાતી પર હાથ રાખ્યો હતો, તેના કપાળમાં સરસ મજાનો ચાંદલો કર્યો હતો. વાળ બે સેંથે ઓળેલા હતા. કાખમાં સોનાનાં ઝૂલણિયાં લટકતાં હતાં, બંને હાથના કાંડા પર લાલ-લીલી બંગડીઓ અને સોનાનાં કડાં હતાં. તેના બંને બાજુઓ પર કોતરણી કરેલી પહોંચીઓ પહેરેલી હતી. તેણે કિરમજી રંગની ચોળી અને કસબથી ભરેલો પીળો ચણિયો પહેર્યાં હતાં. લલિતાના હાથમાં સ્વર્ણથાળ હતો. થાળમાં પૂજનસામગ્રી હતી.
ઋષભપ્રાસાદના વિશાળ સભામંડપમાં અપૂર્વ નીરવતા વ્યાપ્ત હતી. પદાનીમાંથી અગ્રુપની સુગંધિત ધૂમ્ર-લહેરો એ મૌનને વધુ ગાઢ બનાવી રહી હતી. મયણાને લાગ્યું કે કંઈક અલૌકિક બનવું જોઇએ, તેનું આત્મસંવેદન હતું. તેણે ઋષભદેવની ભવ્ય, રમ્ય અને હસી રહેલી મૂર્તિ જોઇ. એની આંખોમાં અનુરાગ ઊભરાયો. પ્રભુમિલનની વ્યાકુળતાનો પ્રારંભ થયો. કોઈ અદૃશ્ય ફૂલોની વિચિત્ર અત્તનુભૃત ગંધમાં જાણે ચેતના મૂર્છિત થઇ રહી હોય તેમ લાગવા માંડ્યું. રત્નદીપકોનો સ્થિર લાગતો પ્રકાશ જાણે ચંચળ બની ગયાં અને એ પ્રકાશમાં ઇન્દ્રધનુષના રંગો પ્રતિબિંબિત થવા લાગ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને અચાનક દૂરથી આવતી કોઈ ઝંકૃતિ સંભળાવા લાગી. અવકાશમાં અતિ સૂક્ષ્મ સંગીતની કોમળ... મૃદુ રાગિણી કર્ણગોચર થવા લાગી. વૃંદવાઘની સમવેત સુરાવલિઓમાં અસંખ્ય નક્ષત્રોનાં વિવિધરંગી કિરણો, એક અલૌકિક સંગીત બની ન્યાત્મક બનવા લાગ્યાં. ઉત્તરોત્તર વાતાવરણ પ્રકાશ, સૌરભ, સંગીત અને ઝંકારનાં અવિચલ કંપનોથી વ્યાપ્ત બનવા
For Private And Personal Use Only
ચણા