________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ሪ
રાત વીતી ગઈ.
મહારાજાની સ્થિતિ વધુ બગડી ગઈ.
મહામાત્ય સોમદેવે રાણી રૂપસુંદરીને કહ્યું :
‘મહાદેવી! હવે ગુરુદેવ મુનિચન્દ્રસૂરિજીને વિનંતી કરીને, આ ઉપદ્રવ દૂર
કરવાનો ઉપાય કરવો જોઈએ.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'ચાલો, આપણે ગુરુદેવ પાસે જઈએ.'
શૈવમઠના માંત્રિકો, તાંત્રિકો, કાપાલિકો મહારાજાના દૈવી ઉપદ્રવને શાંત નહોતા કરી શક્યા. મહારાણી સૌભાગ્યસુંદરી નિરાશ થઈ ગયાં હતાં. તેમની શ્રદ્ધા હચમચી ઊઠી હતી.
મારી માતા મહામાત્ય સાથે સુવ્રત-ઉદ્યાનમાં પહોંચી. ભગવાન ઋષભદેવના પ્રાસાદમાં જઈ પ્રભુવંદના-સ્તવના કરી ગુરુદેવની પાસે ગયાં. ગુરુદેવને વિધિવત્ વંદના કરી રાણી અને મહામાત્ય યોગ્ય સ્થાને બેઠાં, ‘ગુરુદેવ! આપે જાણ્યું તો છે જ કે મહારાજા દૈવી ઉપદ્રવથી અર્ધવિક્ષિપ્ત દશામાં રિબાઈ રહ્યા છે. એ ઉપદ્રવ આપ જ દૂર કરી શકો એમ છો. આપ કોઈ ઉપાય’
**
‘મહામાત્ય! મહારાજા માલવદેશના પ્રજાપ્રિય સમ્રાટ છે. તેઓ દેશના ને પ્રજાના, સમાજના ને ધર્મના આધાર છે. તમે ચિંતા ના કરો.'
'ગુરુદેવ, વૈદ્યોએ ઉત્તમ ઔષધોથી ઉપચાર કર્યા, પણ સારું ન થયું.' ♦ માંત્રિકોએ મંત્રપ્રયોગો કર્યા, પણ સારું ન થયું. * ગોત્રદેવીની વૃદ્ધ સ્ત્રીઓએ બાધાઓ કરી છે...
* સ્નેહીજનોએ તીર્થયાત્રાની બાધાઓ કરી છે...
બ્રાહ્મણોએ ડાકણ-શાકણોને બલિ-બાકળા આપ્યા છે... છતાં મહારાજાને સારું નથી થયું...
મહારાણી રૂપસુંદરીનો દૃઢ વિશ્વાસ છે કે ગુરુદેવ મુનિચન્દ્રસૂરિ જ આ પ્રબળ દૈવી ઉપદ્રવને શાંત કરી શકશે.
For Private And Personal Use Only
મણા