________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યદેવના મુખ પર સ્મિત ફરકી ગયું. ‘મહામાત્ય! તમે જઈ શકો છો. અમે રાજમહેલે આવીએ છીએ!”
આચાર્યશ્રી મુનિચન્દ્ર, મુનિ સિદ્ધેશ્વરની સાથે રાજમહેલમાં પધાર્યા. રાજપરિવાર અને મંત્રીગણે તેમનું સ્વાગત કર્યું.
આચાર્ય, સિદ્ધેશ્વરની સાથે સીધા જ મહારાજાના ખંડમાં ગયા. ખંડ અંદરથી બંધ કર્યો. મહારાજા બેભાન થઈને પડેલા હતા. આચાર્ય પોતાના જેત આસન પર ધ્યાનસ્થ થયા. તેમણે યોગબળથી જાણી લીધું કે આ દેવી ઉપદ્રવ છે. ધ્યાનપૂર્ણ કરીને તેમણે સિદ્ધેશ્વરને કહ્યું કે
આ બધો ઉપદ્રવ વ્યંતરદેવનો છે. રાજાએ દેવીને પશુબલિ આપ્યો નથી, તેથી દેવી રોષે ભરાઈ છે. દેવી મિશ્રાદષ્ટિ છે.'
મુનિ સિદ્ધેશ્વર મંત્રવિદ્યામાં પારંગત હતા. તેઓ ગુરુદેવની વાત સમજી ગયા. ખંડનો દરવાજો ખોલીને મહામાત્ય સોમદેવને અંદર બોલાવીને કહ્યું : “આજે અમે મહલના જ એક એકાંત ખંડમાં રોકાઈશું. મધ્યરાત્રિના સમયે ફળ, પુષ્પ, નૈવેદ્ય આદિ બલિ આપીને કોઈ વીર-નિર્ભીક પુરુષને અમારી પાસે મોકલજો.'
નગરની કુળદેવીનું મંદિર રાજમહેલથી થોડે દૂર ક્ષિપ્રા નદીના તટ પર આવેલું હતું. મધ્યરાત્રિએ ત્યાં જવાનું હતું.
સૂચના મુજબ રાત્રે બલિનો થાળ લઈને એક પડછંદ પુરુષ આચાર્ય પાસે આવી ગયો. સિદ્ધેશ્વરે આવનાર માણસ કે જેનું નામ જયરાજ હતું. તેને કહ્યું: “આપણે અહીંથી સીધા તપતીદેવીના મંદિર તરફ જવાનું છે. મારી સાથે જ ચાલજે. જરાય ગભરાયા વિના ચાલજે.'
મહારાજ! તમે કહેશો તો કાળિયા ભૂત સાથે મેં લડીશ. હું રાક્ષસથી ય ડરતો નથી!” જયરાજે પોતાની વાંકડિયા મૂછો પર હાથ ફેરવ્યો.
સિદ્ધેશ્વરના મુખ પર સ્મિત રમી ગયું. રાજમહેલના કિલ્લાના દરવાજે પહોંચ્યા. ત્યાં મહામાન્ય સોમદેવ પોતે હાજર હતા. તેઓ ગુરુદેવના પગમાં પડયા. ચોકીદારે દરવાજાની બારી ખોલી નાંખી.
બારી વાટે ગુરુદેવ, સિદ્ધેશ્વર અને જયરાજ બહાર નીકળી ગયા. બારી બંધ થઈ ગઈ. બહાર નીકળતાં જ સિદ્ધેશ્વરે એક ભયાનક દૃશ્ય જોયું.
મયણ
૪૫
For Private And Personal Use Only