________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ રીતે, હે ભદ્ર! જીવાત્મા મિથ્યાત્વાદિ સહિત રાગ-દ્વેષથી મૌલિક કર્મબંધ કરે છે. એ કરેલા કર્મબંધ અનુસાર કર્મો ઉદયમાં આવીને પોતાનો પ્રભાવ બતાવે છે. ચાર ગતિમાં પરિભ્રમણ કરતા જીવોનું આંતર-બાહ્ય સમગ્ર વ્યક્તિત્વ, આ આય કર્મોનો જ પ્રભાવ છે. આત્માનું મૌલિક સ્વરૂપ જે અનંતજ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાધ સ્થિતિ, વીતરાગતા, અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુતા અને અનંત વીર્ય છે, તે આઠ કર્મોથી આવરાયેલું-દબાયેલું પડ્યું છે.
હે ભદ્ર, કર્મસિદ્ધાંત-કર્મવિજ્ઞાનની પાયાની વાત આ મૌલિક આઠ પ્રકારનો કર્મબંધ છે. સમગ્ર કર્મસિદ્ધાંતની આ આધારશિલા છે.
આત્માની સ્વભાવદશાને આવૃત્ત કરીને વિભાવદશામાં રમણતા કરાવનારાં આ આઠ પ્રકારનાં કર્મો, સમગ્ર જીવસૃષ્ટિ પર છવાયેલાં છે. કોઈ સંસારવર્તી જીવ આ કર્મોના પ્રભાવથી બચેલો નથી.
હે પ્રાજ્ઞકુમારી! હવે તને હું ચાર પ્રકારે કર્મબંધ કેવી રીતે થાય છે તે સમજાવું છું. તું એકાગ્ર મનથી શ્રવણ કરજે.”
હા ભગવંત, હું સ્થિર ચિત્તે શ્રવણ કરીશ.”
ભદ્ર, જ્યારે આ કર્મો બંધાય છે ત્યારે એની સ્થિતિ (કાળમાન), એનો રસ અને પ્રદેશો પણ સાથે જ બંધાય છે. સ્થિતિ-રસ અને પ્રદેશના બંધથી “પ્રકૃતિબંધ' વિશિષ્ટ બને છે.
જીવ જ્યારે તીવ્ર આશયવાળો હોય છે, તીવ્ર વિચારો કરતો હોય છે ત્યારે પ્રકૃતિબંધ તીવ્ર થાય છે. જ્યારે જીવ મંદ આશયવાળો હોય છે ત્યારે પ્રકૃતિબંધ પણ મંદ થાય છે. જ્યારે મધ્યમકોટિના વિચારો કરતો હોય છે ત્યારે કર્મો મધ્યમ રીતે બંધાય છે.
તીવ્રતાથી બંધાયેલાં કર્મો જ્યારે ઉદયમાં આવે ત્યારે જીવ તેનો તીવ્ર અનુભવ કરે. મંદ બંધાયેલાં કર્મો ઉદયમાં આવે ત્યારે જીવ તેનો મંદ અનુભવ કરે અને મધ્યમ બંધાયેલાં કર્મો મધ્યમ અનુભવ કરાવે છે. જેવો બંધ તેવો ઉદય!
બીજો છે સ્થિતિબંધ. કર્મપુદ્ગલોનું આત્મપ્રદેશોમાં જે અવસ્થાન તે સ્થિતિ' કહેવાય. અર્થાતુ કર્મોનો આત્મામાં અવસ્થાનકાળ (ઉત્કૃષ્ટ કાળ અને જઘન્ય કાળ) નો નિર્ણય જે થાય તેનું નામ સ્થિતિબંધ. ત્રીજો છે રસબંધ. શુભાશુભ કર્મોના બંધ સમયે જ “રસ' બંધાય છે.
મયણા
For Private And Personal Use Only