________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ્યો... મારા મનમાં કેવાં સંવેદનો જાગ્યાં... વગેરે વાતો કરું છું.
એક દિવસ મારી માતા સાથે હું રથમાં બેસીને સુવ્રત-ઉદ્યાન”માં ગઈ. સુવ્રત-ઉદ્યાન ક્ષિપ્રા નદીના કિનારાની નજીક જ હતું. અમે રથમાંથી ઊતરી
જ્યાં આચાર્ય મુનિચન્દ્ર બેઠા હતા, ત્યાં પહોંચ્યાં, તેઓ એક વિશાળ વટવૃક્ષની નીચે માટીથી લીંપેલા ચોતરા પર બેઠા હતા. તેઓ સમાધિસ્થ હતા. તપશ્ચર્યાથી અને પરિસહ સહવાથી તેમનું શરીર કૃશ થઈ ગયું હતું, પરંતુ તેમની કાન્તિ તપેલા સુવર્ણ જેવી હતી. એમના શરીર પર શ્વેત અને પીત વસ્ત્રો હતાં. એમનું શરીર, એમની આંખો અને એમના શ્વાસ સ્થિર હતાં.
અમે માતા-પુત્રી થોડે દૂર ચૂપચાપ બેસી ગયાં, આચાર્યે આંખો ખોલી. સ્થિર દષ્ટિથી તેમણે અમને જોયાં. સુંદર મનોહર પ્રભાત હતું. વૈશાખી પૂર્ણિમાનો બીજો દિવસ હતો. આકાશ સ્વચ્છ હતું. સૂર્યનાં સોનેરી કિરણો ઉદ્યાનની શોભા વધારી રહ્યાં હતાં.
ભદ્ર! ધર્મલાભ!' આચાર્યે અમને આશીર્વાદ આપ્યા. મારી માતાએ તેમને સુખશાતા પૂછી, તેમના મુખ પર પ્રસન્નતા છવાઈ. મારી માતાએ કહ્યું :
ગુરુદેવ, આ મારી પુત્રી મદના છે.' રાજકુમારી મદનાસુંદરી? અહો! મેં સાંભળ્યું છે કે મદના ભગવાન ઋષભદેવની ગીત-નૃત્યથી શ્રેષ્ઠ ભક્તિ કરે છે!”
ભંતે, શ્રેષ્ઠ તો નહીં, પણ ભાવથી થોડી ભક્તિ કરી લઉં છું!' વત્સ, ગીત-નૃત્ય શ્રેષ્ઠ ભક્તિ છે! તેમાં તન્મયતા આવી જાય છે... તેમાં બાહ્ય દુનિયા વીસરી જવાય છે. પ્રભુમય બની જવાય છે!”
સત્ય છે, પ્રભો! મને એવો જ અનુભવ થાય છે...' તું ભગવપાને પાત્ર બની છે, ભદ્ર! તારા પ્રબળ પુણ્યનો ઉદય છે!” આપના આશીર્વાદ છે, ગુરુદેવ!' મારી માતા ગદ્ગદ્ સ્વરે બોલી. આચાર્ય થોડી ક્ષણ મૌન થઈ ગયા... આંખો બંધ કરી. તેમના મુખ પર ગંભીરતા ઊપસી આવી.. થોડી વાર પછી આંખો ખોલી... તેમણે સામે જોયું અને બોલ્યા :
ભદ્ર, ભગવાન ઋષભદેવ અરિહંત છે. વીતરાગ છે. સર્વજ્ઞ છે. ત્રિલોકપૂજ્ય છે. યથાર્થવાદી છે. એ ભગવંતે કહ્યું છે કે આત્મા અનાદિ છે. અનાદિકાળથી જીવ અને કર્મનો સંયોગ છે. અને એ સંયોગના કારણે દુઃખો છે. દુઃખોની પરંપરા છે. માટે આત્મા પર લાગેલાં કર્મોનાં બંધનોને
૧૮
માણા
For Private And Personal Use Only