________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણવાં જોઈએ અને એ બંધનોને તોડવાનો પુરુષાર્થ કરવો જોઈએ. હે રાજકુમારી! આ સંસારમાં પ્રત્યેક જીવાત્મા પોત-પોતાનાં શુભ-અશુભ કર્મોના આધારે સુખ-દુઃખ પામે છે. કોઈ જીવ કોઈને સુખી નથી કરી શકતો, કોઈ જીવ કોઈને દુઃખી નથી કરી શકતો. જીવાત્મા સ્વયં જ પોતાનાં કર્મોથી... જનમ-જનમમાં બાંધેલાં કર્મોથી સુખ-દુઃખ પામે છે. અનાદિકાળથી આ ચક્ર ચાલી રહ્યું છે.
આ કર્મોના ચક્રનો નાશ ધર્મથી થઈ શકે છે. શુદ્ધ ધર્મથી... ધર્મના આચરણથી થઈ શકે છે.
‘ભંતે! એ ધર્મનું સ્વરૂપ સમજાવશો?' મેં પૂછયું.
‘ભદ્ર, ધર્મનો પ્રારંભ શ્રદ્ધાથી થાય છે. વીતરાગસર્વજ્ઞ પરમાત્મા ઉપર શ્રદ્ધા, નિગ્રન્થ શ્રમણો પર શ્રદ્ધા અને સર્વજ્ઞભાષિત જિનમત પર શ્રદ્ધા આ ધર્મનો પાયો છે.'
-
‘ભંતે, આ શ્રદ્ધાભાવ હું મારા હૃદયમાં ધારણ કરું છું.' મેં કહ્યું. ‘સુશીલે! તેં સારો ને સાર્યો શ્રદ્ધાભાવ ધારણ કર્યો. હવે પછી તારે સભ્યજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. જે તત્ત્વો પર તેં શ્રદ્ધા કરી, તે તત્ત્વોને યથાર્થરૂપે જાણવાં જોઈએ. મહાશ્રાવક સુબુદ્ધિ તને એ જ્ઞાન આપશે; અને હું પણ તને અવસરે તત્ત્વબોધ આપીશ.'
‘કૃતાર્થ થઈ, ભંતે! હું ગુરુદેવની કરુણાથી આર્દ્ર થઈ ગઈ.
‘વત્સે, ખરેખર તો તું ત્યારે કૃતાર્થ થઈશ કે જ્યારે ગૃહસ્થ ધર્મનાં બાર વ્રતોનો સ્વીકાર કરીશ.'
‘ભગવન્! એ બાર વ્રતો કયાં છે?'
‘એ તને સુબુદ્ધિ સમજાવશે, ભદ્રે! પછી વિધિવત્ તને હું વ્રતો આપીશ. તું જિનમતની પ્રબુદ્ધ શ્રાવિકા બનીશ!'
For Private And Personal Use Only
‘આપની ૫૨મકૃપા, ગુરુદેવ!' મેં હાથ જોડી, મસ્તક નમાવી વંદના કરી. આચાર્યે મૌન ધારણ કર્યું. આંખો બંધ કરી. મેં પણ આંખો બંધ કરી ગુરુદેવના સૌમ્ય-શીતલ મુખનું ધ્યાન કર્યું. મેં અને મારી માતાએ ઊભાં થઈ, ગુરુદેવને વંદન કરી, ૨થ તરફ ચાલવા માંડ્યું.
અમે અમારા રાજમહેલમાં આવી ગયાં. મારા પંડિત સુબુદ્ધિ મારી રાહ જોતા હતા. મેં તેમનાં ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું : ‘ભંતે; અમે આચાર્યશ્રી મુનિચન્દ્રનાં દર્શન કરી આવ્યાં, મારાં માતા પણ સાથે હતાં.
ચણા
૧૯