Book Title: Lakshmanbhai Bhojakna Sannidhyama
Author(s): Rasila Kadia
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 9
________________ ज्ञानदीपेन भास्वता રાજસ્થાનનો વેરાન રણપ્રદેશ છે. તેમાં એક યુવાન એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે ઊંટ ૫૨ સવારી કરી રહ્યો છે. ઊંટ પર સવારી કરતાં કરતાં જ માર્ગમાં જ અંધકારના ઓળા ઊતરી રહ્યા જણાય છે. જે ગામ કે નગર પહોંચવાનું છે તે તો હજુ ઘણું દૂર રહ્યું લાગે છે. ક્યાંક રાતવાસો... ઓહ ! તાપણાંનો પ્રકાશ દૂર દૂરથી દેખાય છે. આગળનો માર્ગ પૂછવા માટે, યુવાન હવે એ પ્રકાશની દિશામાં ધસે છે. હવે તો આ રણમાં જ કોઈ ખુલ્લી નાનકડી ખીણ જેવી જગ્યામાં રેતી ૫૨ જ રાતવાસો કરવાનો રહ્યો ! ઊંટવાળાએ આપેલી ગોદડી પર યુવાન પોતાના શ્રમક્લાન્ત શરીરને ફેંકે છે. ચારે બાજુ છે ખુલ્લી સીમ અને ઉપર છે વિશાળગગન રણપ્રદેશના આ વિસ્તારમાંના કોઈક દૂરના ગામમાં કે છેવાડાના નગરમાં જૈન જ્ઞાનભંડારો અને તેમાં રહેલી હસ્તપ્રતો વિશેની માહિતી મેળવવા અને જો મળે તો તે ખરીદવા માટે આ યુવાન ગુરુઆજ્ઞા માથે ચઢાવીને નીકળી પડ્યો છે. ઊંટવાળાની ગોદડી પર સૂતાં સૂતાં, એની આંખો જાણે કે સૈકાઓથી બંધ રહેલા કોઈ ભંડકિયામાં બેસીને, હસ્તપ્રતોને શોધવા મથી રહી છે. એ હસ્તપ્રતોને એની આંગળીઓ જાણે કે સ્પર્શ કરી રહી છે ! ધીમે ધીમે, નિદ્રાદેવી એનું શાસન-આધિપત્ય-જમાવવા લાગી રહી છે. અર્ધ-ખુલ્લી, અર્ધ બીડેલી એની આંખો અર્ધજાગ્રત અને અનિદ્રામાં સમણાં જોતી રહી છે હસ્તપ્રતોનાં. એ હસ્તપ્રતોની લિપિ, તેમાંના વણઓળખાયેલ અક્ષરો ઓળખવાની મથામણ જાણે કે ચાલી રહી છે. હાથમાં છે તે હસ્તપ્રત મૂલ્યવાન ખરી ? ગુરુએ આપેલી ચાવીઓથી મૂલ્ય અંકાય છે જાણે ! હા... થાકથી ચૂર ચૂર થયેલ બદનને ગુરુના આશીર્વાદ અને કૃપા જ અત્યારે જોમ તથા ઉત્સાહ પૂરાં પાડી રહ્યા છે ને ! જ્ઞાનની ઉપાસના અને આરાધના અર્થ ગુરુ-શિષ્યની આ બેલડીએ કેવો તો અવિરત યજ્ઞ ચલાવ્યો ! સૈકાઓથી અપ્રકટ રહેલી આ જ્ઞાનસરિતા-ગુપ્તગંગા-આધુનિક જ્ઞાનભંડારો સુધી પહોંચી શકે તે માટેનું આ ભગીરથ કાર્ય સુપેરે પાર પડે છે. આ તપસ્યા જ હતી, પણ સાર્થકતાનો અનુભવ પરાકાષ્ઠાએ પહોંચી આનંદમાં પરિણમતો રહ્યો. આ આનંદની અનુભૂતિ સદા સંજીવની બની રહી અને મનુષ્યના અણથક બે ચરણો એમને અણદીઠ મંજિલે પહોંચાડીને જ રહ્યા. સોળ વર્ષની ઉંમરે, સપ્તકના એક જ સૂર પર આ યુવાને છેડેલો આ એક જ રાગ, અનવરત ૮૭ વર્ષની ઉંમર પર્યંત એટલે કે ૭૦ વર્ષો સુધી એના જીવનમાં ગુંજતો રહ્યો, આ એક જ ધૂન વાગતી રહી ! આ યુવાનનું નામ શ્રી લક્ષ્મણભાઈ હીરાલાલ ભોજક અને તેમના ગુરુ હતા મુનિશ્રી પુણ્યવિજ્યજી મહારાજ. Jain Education International 5 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 192