Book Title: Kasturi Prakar
Author(s): Punyapalsuri
Publisher: Parshwabhyuday Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ પ્રશસ્તિઓ તથા કલ્પ કિરણાવલી, જંબૂદીપ પત્તિ ટીકા પ્રશસ્તિ વગેરે ગ્રંથ પ્રશસ્તિઓ આ વાતનો બોલતો પૂરાવો છે... ‘જગદ્ગુરુશ્રી’ સમ્રાટ અકબરને મળવા પધાર્યા ત્યારે પોતાના સેંકડો શિષ્ય-પ્રશિષ્યોમાંથી થોડાકને ચૂંટીને સાથે | લીધા હતા તેમાં પ.હેમવિજયજી ગણિનું પણ નામ છે આના પરથી એમ કલ્પી શકાય કે તેઓશ્રી ‘જગદ્ગુરુશ્રીની પ્રીતિનું અને વિશ્વાસનું ભાજન હતા...પ્રસ્તુત કૃતિનું સર્વપ્રથમવાર પ્રકાશન ઇસ્વી સન્ ૧૯૦૮માં હૃતોપાસક સુશ્રાવક ભીમશીભાઈ માણેકલાલે કર્યું હતું... કાળક્રમે જીર્ણ અને દુષ્માપ્ય બનેલી આ કૃતિ શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાન મંદિર-કોબા વગેરે અનેક શ્રુતભંડારોમાંથી હસ્તગત થયેલી હસ્તલિખિત પ્રતોના આધારે શુદ્ધિકરણને પામી અને ભાવાર્થના નવલેખનથી અલંકૃત બની પુનઃપ્રકાશમાં આવી રહી છે તે આનંદની વાત છે... અને તેથી પણ અધિક આનંદની વાત એ છે કે સંઘપરમહિતચિંતક, દીક્ષાયુગપ્રવર્તક, પરમગુરુદેવ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના દીક્ષા શતાબ્દીના શાનદાર શિખર મહામહોત્સવ અન્તર્ગત આ ગ્રંથનું વિમોચન થઈ રહ્યું છે... ૧૮૨ શ્લોક પ્રમાણ આ ગ્રંથમાં દ્વાર કાવ્યમાં દર્શાવેલા દાનાદિ ૩૨ વિષયોનું ક્રમબદ્ધ અને છંદોબદ્ધ નિરુપણ સરળ અને રસાળ શૈલીમાં ‘ગ્રંથકારશ્રી’ એ કર્યું છે. સંસારમાં ડગલે અને પગલે મળતા આત્માનું અહિત કરનારા નિમિત્તોને પામીને અહિતના પંથે જઈ રહેલા ભવ્યાત્માઓને રોકવા માટે લાલબત્તી સમાન અને હિતના પંથે વાળવા માટે માર્ગદર્શક પાટિયા સમાન આ ગ્રંથરત્નના સમ્યગૂ પઠનાદિદ્વારા સહુ કોઇ પરમહિત સ્વરુપ પરમપદને પામનારા બને એવી શુભભાવના આ ગ્રંથના સંપાદન ક્ષણે ભાવું છું.. દ. વિજય પુણ્યપાલસૂરિ વિ.સં. ૨૦૬૯, શ્રી મૌન એકાદશી પર્વ | શ્રી વાચકયશ સ્મૃતિદિન દર્ભાવતી તીર્થ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 140