________________
સંપાદકીય :
પરમાત્મશાસનના પરમાર્થને પામેલા પરમગીતાર્થ અને પરમહિતસ્વી મહાપુરુષોએ સ્વ-પરના આત્મહિતની ભાવનાથી સંખ્યાબંધ હિતોપદેશક ગ્રંથરત્નોની સંરચના કરી છે... | ‘સૂક્તાવલી’ના મૂળનામે અપ્રસિદ્ધ અને ‘કસ્તૂરી પ્રકર'ના ઉપનામે અલ્પપ્રસિદ્ધ પ્રસ્તુત ગ્રંથરત્ન પણ તે ગ્રંથરત્નોમાં સ્થાન-માનને પામેલું એક પ્રચ્છન્ન રત્ન છે.. | ‘કસ્તૂરી પ્રકર’ના નામે ઓળખાતી જુદા-જુદા ચાર કર્તાઓ કૃત જુદી-જુદી ચાર કૃતિઓ જૈન સંસ્કૃત સાહિત્યમાં ઉપલબ્ધ છે...તેમાંથી પ્રસ્તુત કૃતિના કર્તા છે અકબર પ્રતિબોધક, જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજાના સુવિશાલ સામ્રાજ્યવતિ મહાજ્ઞાની અને મહાસંયમી પૂ.પં.શ્રી કમલવિજયજી ગણિવર્યના પ્રતિભાસંપન્ન શિષ્યોત્તમ આશુકવિવર્ય પૂ.પં.શ્રી હેમવિજયજી ગણિવર્ય... વૈક્રમીય ૧૬૫૦માં વર્ષે રચાયેલી આ કૃતિ ઉપર તેઓશ્રીમદે સ્વોપજ્ઞ ટીકા પણ રચી છે એવો ઉલ્લેખ સાંપડે છે પરંતુ કમનસીબે તેની એક પણ પ્રતિ ઉપલબ્ધ થઈ શકી નથી..ઉભટ વિદ્યાનું, મહાકવિ, કવિશાર્દૂલ વગેરે વિવિધ વિશેષણોથી નવાજાયેલા આ કવિ મહાપુરુષે આ સિવાય પણ શ્રી પાર્શ્વનાથચરિત્ર, સૂક્તરત્નાવલી, કથારત્નાકર, કીર્તિકલ્લોલિની મહાકાવ્ય, વિજય પ્રશસ્તિ મહાકાવ્ય, અન્યોક્તિ મુક્તા મહોદધિ, સદ્ભાવશતક, ઋષભશતક, સ્તુતિ ત્રિદશતરંગિણી, કમલવિજયગણિ રાસ વગેરે સંખ્યાબંધ ગ્રંથરત્નોની જૈન સંઘને ભેટ ધરી છે... તેઓશ્રી સિદ્ધહસ્ત પ્રશસ્તિ લેખક હતા... ગિરિરાજના આદીશ્વર જિનાલયની
પ્રશસ્તિ વગેરે અનેક જિનાલય