________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧ વિવેકને ખ્યાલ પ્રગટે છે. બે વખત ગુરૂને વન્દન કરીને સર્વ અપરાધાને ખમાવવા જોઈએ. ગુરૂએ જે ઉપકાર કર્યા છે તેનું હૃદયમાં સમરણ કરીને ગુરૂના હૃદયને સંતુષ્ટ–પ્રસન્ન કરવું જોઈએ. ગુરૂએ જે આત્મજ્ઞાનને બોધ આપે છે તે અમૂલ્ય છે. આત્મજ્ઞાન આપી હૃદયચક્ષુને ઉઘાડનાર ગુરુને સર્વસ્વાર્પણ કરવું જોઈએ. વિનય–પ્રેમભક્તિ અને સદાચાર વગેરે ઘણું ગુણે ખરેખર ગુરુવન્દનથી ઉત્પન્ન થાય છે. ગુરુવન્દન કરવાથી હૃદયની નિર્મલતા થાય છે અને આ
ત્માની ઉચ્ચતામાં પ્રતિદિન વૃદ્ધિ થાય છે. સામાયિક અને ચતુ વિંશતિસ્તવની પેઠે ગુરુવન્દન આવશ્યક પણ આત્માને અત્યંત હિતકારી છે. પ્રભુની પ્રાપ્તિ કરાવી આપનાર ગુરુ છે; માટે ગુરુની ભક્તિ અને બહુમાન કરવામાં જરા માત્ર પ્રમાદ સેવે નહિ. આર્યપણું ખરેખરૂં ગુરુને વન્દન કરીને તેમની સેવા કરવામાં સમાયું છે. ગારના ખીલાની પેઠે મનની અસ્થિરતાને ધારણ કરનારા મનુષ્ય ગુરૂની શ્રદ્ધા ધારણ કરી શકતા નથી અને તે જ્યાં ત્યાં સ્વછંદાચારથી ઉન્મત્તની પેઠે ભટકે છે પણ આત્મહિત સાધી શકતા નથી. ગુરૂને ગુરૂતરીકે જ્ઞાનવડે ન અવધે અને પિતાને જ્ઞાનવડે શિષ્ય તરીકે ન જાણે ત્યાં સુધી મનુષ્ય-ગુરૂવન્દન આવશ્યકને ખરેખર આરાધક બની શકતું નથી. ધર્મમાર્ગમાં ગુરૂવિના દુનિયામાં કઈ મનુષ્ય મુક્તિના માર્ગમાં આગળ વધી શકે તેમ નથી. બાહ્ય અને અન્તરથી નયનિક્ષેપ સાપેક્ષ ગુરૂવન્દનનું સ્વરૂપ જેઓ અવબોધીને ગુરૂવન્દનમાં પ્રવૃત્તિ કરે છે તેઓ મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. સર્વ આવશ્યકની આરાધનાના મૂળ પાયા તરીકે શ્રી સશુરૂ છે. શુદ્ધ પ્રેમ-ભક્તિથી ગુરૂના ચરણકમળભંગ બનીને ગુરૂવન્દન કરવું એજ શ્રી વીરપ્રભુને ઉપદેશ છે. શ્રી ગુરૂવન્દના આવશ્યકની આરાધના કરનાર જૈન બનીને જિનપણું પ્રાપ્ત કરે છે. માટે દુનિયાના સર્વ મનુષ્યએ ગુરૂવન્દન આવશ્યક દરરોજ બે વખત કરવું.
ગુરૂવન્દનમાં આરૂઢ થએલ મનુષ્ય પુનઃ પાપ નહિ કરવું અને જે પાપ થયાં હોય તેની નિન્દા ગëરૂપ પ્રતિકમણરૂપ આવશ્યક જે કહેવાય છે તે કરવાને અધિકારી બને છે. કુંભાર પાસે મિચ્છામિ દુક્કડ
For Private And Personal Use Only