________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
ધર્મના ઉદ્ધાર કરે છે. તેથી વિશ્વમાં મોટા ભાગે અધર્મીઓનુ પ્રાબલ્ય ઘટે છે અને જ્યાં ત્યાં ધર્મીમનુષ્યનુ પ્રાબલ્ય વધવાથી વિશ્વમાં સદ્ગુણ્ણાના પ્રકાશ પડે છે અને દુર્ગુણારૂપ અધકારનો નાશ થાય છે. અધર્મીમનુષ્ય, ધર્મી મનુષ્યને અનેક પ્રકારનાં દુ:ખો આપે છે, અને તેના નાશ થાય એવા ઉપાચેને જ્યારે અધર્મીમનુષ્યા આદરે છે, ત્યારે ધર્માંદ્નારકમહાત્માએ તેતે દેશકાલમાં અવતરે છે અને સ્વાત્મશક્તિચાવર્ડ અધર્મનો નાશ કરે છે. મિથ્યાત્વ, અજ્ઞાન, અસત્ય, હિંસા, ચારી, વ્યભિચાર, ક્રોધ, માન, માયા, લાલ, ઇર્ષ્યા, દ્રેષ, દુરાચાર, પાપાચાર, પ્રાણીઓના નાશ, ગરીમાને ત્રાસ, ધર્મનાનામે પાપી રિવાજો વગેરે સર્વ અધર્મ ગણાય છે. ભક્તયાળુ સન્તસાધુઓનું રક્ષણ કરવું તે ધર્મ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અહંમમત્વત્યાગ, દાન, પરાપકાર, દેવગુરૂની ભક્તિ, ધ્યાન, સમાધિ વગેરે સર્વને ધર્મમાં સમાવેશ થાય છે. ધર્મનાનામે પણ દુર્ગુણાની વૃદ્ધિને અધર્મ કથવામાં આવે છે. પરસ્પર ભિન્ન ધર્મવાળાઓ પોતપોતાના ધર્મને સત્યમાનીને ધર્માભિમાનમાં મસ્ત ખની ધર્મયુદ્ધે કરીને સહાલક્ષ મનુષ્યાના રક્તની નદીઓ વહે છે ત્યારે ધર્મોદ્વારકમહાત્માઓના દેશકાલ પરત્વે અવતાશ થાય છે, અને તેઓ ધર્મનાનામે પરસ્પર યુદ્ધ કરીને અધર્મ પ્રવર્તાવનારાઓને સત્યધર્મમાર્ગમાં કરી અધર્મનાનાશ કરે છે. જે કાલમાં ગુણવિનાની શુષ્કક્રિયામાં રૂઢપ્રવૃત્તિ થએલી હોય છે અને તેના ભાવરૂપ આત્મામન્ત પડીગયા હોય છે તે કાલે આત્મજ્ઞાનિમહાત્માએ આત્મગુણાના મૂળ ઉદ્દેશ તરફ મનુષ્યોને વાળે છે અને અધરૂઢી માર્ગમાં થએલી ખખાઈને દૂર કરી સુધારા કરે છે. ધર્મપ્રવર્તકઆત્મજ્ઞાની મહાત્માઓ સત્યજ્ઞાન દર્શનચારિત્રના પ્રકાશ કરે છે અને અહંમ મત્વવૃત્તિયાને દુનિયામાંથી દૂર કરવા અધ્યાત્મજ્ઞાનને સર્વત્ર પ્રચાર કરે છે. ધર્માંદ્ધારક આત્મજ્ઞાની મહાત્માએ ધર્મશાસ્ત્રામાંના સત્યાના પ્રકાશ પાડે છે તથા તેમાં પરંપરાએ જે કંઈ અસત્યના પ્રવેશ થયા હોય છે તેને પરિહરે છે. આત્મજ્ઞાનિ મહાત્માએ સરલ જીવતી સાદીભાષામાં સત્ય ધર્મના ઉપદેશ આપે છે તેથી તેને ગ્રહણ કરવામાં બાળજીવાને પણ કોઈ જાતના પ્રત્યવાય થતા નથી. આત્મજ્ઞાની મહાત્માએ જેજે દેશમાં,
For Private And Personal Use Only