________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૬
શુભસુખમય શક્તિયાને પ્રગટાવી શકાય છે. મનુષ્યએ સત્ય સુખમય જીવન યાને પ્રભુમય જીવનની પ્રાપ્તિ માટે સત્ય શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિથાય એવા દેશકાલાનુસારે જેજે ઉપાચા હોય તેમાં ગીતાર્થ ગુરૂની આજ્ઞાથી પ્રવર્તવું જોઇએ. શુદ્ધ ધર્મના પ્રલયની સાથે સર્વ જીવાના ધર્મના પ્રલય થાય છે. અતએવ શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ જેજે ઉપાચાથી થાય તે તે ઉપાચાપૂર્વક ગુરૂગમ ગ્રહી સ્વાર્થ ત્યાગીને પ્રવનવું જોઇએ. કર્મયોગીઓનું સર્વ કર્તવ્ય કાર્યામાં મુખ્ય કાર્ય એછે કે સમસ્તવિશ્વમનુષ્યને શુદ્ધધર્મનું સ્વરૂપ અવબોધાવવું. વિશ્વવતિ મનુષ્યા જો આત્માના સત્ય શુદ્ધધર્મોને અવમેધે અને નિશ્ચય કરે તે વિશ્વવતિ મનુષ્યે સર્વે પરસ્પર એક ત્રીજાને આત્મવત્ દેખે અને રજોગુણ, તમેગુણમુક્તસત્ય સુખના ભાગી અને તેથી અનેક પ્રકારનાં દુઃખા કે જે દુનિયામાં જીવાને ક્ષણે ક્ષણે સતાવે છે તેઓને અંત આવે. આ વિશ્વમાં સર્વ જીવે પરસ્પર એક બીજાને સ્વાત્મામાં સ્વાત્મવત્ દેખે અને તેના આત્માની સાથે મળે એવું શુદ્ધ ધર્મ સામ્રાજ્ય,સર્વત્ર સ્થપાવાની સાથે સર્વ જીવાને પ્રભુમય જીવનની પ્રાપ્તિ થાય છે. આત્મામાં સત્યજ્ઞાન, સત્યદર્શન અને આનંદવગેરે ધર્માં રહ્યા છે. તેની સર્વજીવા વૃદ્ધિ કરે એટલે તેઓ સ્વયં પ્રભુમયજીવનવંત અને છે. અને તેથી એક બીજાના સ્વાર્થવડે નાશ કરવાના પ્રસંગ આવતા નથી. તથા અનેક પ્રકારની માનસિક ચિંતાઓ ટળવાથી સત્ય શાન્તિની પ્રાપ્તિ થાય છે. આર્દ્ર, સાંખ્ય, મીમાંસક, નૈયાયિકદર્શન, વેદાન્ત ધર્મ, હિન્દુધર્મ, મુસલમીન ધર્મ, પ્રીતિ ધર્મ, વલ્લભાચાર્ય પુષ્ટિમાર્ગ, રામાનુજ પંથ, કબીરપંથ, થીસેફી, બ્રહ્મસમાજ પ્રાર્થના સમાજ, શીઆધર્મ, ખીજા ધર્મ વગેરે અનેક ધર્મોનું મૂળ આત્માની અનેક ઢષ્ટિયા છે અને તે સર્વેધર્મો આત્મા અર્થાત્ બ્રહ્મમાં સમાય છે એમ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે સર્વ મનુષ્યે વિચારે છે કે આત્મા તે શરીરમાં હૃદયમાં, તલમાં તેલની પેઠે વ્યાપી રહ્યો છે, ત્યારે સર્વ સત્ય પણ આત્મામાં વ્યાપી રહ્યાં છે. એવા નિશ્ચય થતાંની સાથે આત્માના શુદ્ધ ધર્માના અનુભવ કરવા માટે ખરી લગની લાગે છે અને તેથી તેઓ આત્માના શુદ્ધધર્મના અત્યંતરસિયા બને છે તેથી તેને શુદ્ધ
For Private And Personal Use Only