Book Title: Karmayoga 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 999
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૩૮ બ્રાહ્મણનું, ક્ષત્રિનું, વૈશ્યનું, શનું અને ત્યાગીઓનું પડતીનું કારણ ખરેખર વીર્યરક્ષાની ખામી અવબોધાય છે. આર્યાવર્તમાં પૂર્વકાલની પેઠે પુનઃ અનેકબ્રહાચર્યાશ્રમ ખૂલે અને પુત્રને અને પુત્રીએને બ્રહ્મચારી બનાવવામાં આવે અને વ્યવયપર્યત વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યમાં રિથર કરવામાં આવે તે તેઓ પૂર્વની ઝાહેઝલાલી પુનઃ પ્રાપ્ત કરવાને અધિકારી બની શકે. બાળલગ્ન અને વૃદ્ધલગ્નથી દેશની, ધર્મની, કેમની અને રાજ્યની પડતી થાય છે માટે આ બાબતમાં સર્વજાતનામનુષ્યએ સરખી રીતે કાળજી રાખવી જોઈએ અને ચારેપ્રકારના બળથી ખામીઓ સુધારવા કટિબદ્ધ થવું જોઈએ. સ્પર્ધાશીલજમાનામાં જે પ્રમાદ નિદ્રામાં ઘેરે છે તેઓ દેશધર્મને નાશ કરે છે અને પૂર્વ મહાપુરૂષોના શુભશક્તિના વારસાને પણ નાશ કરે છે. સાધુઓંમાં અને સાધ્વીઓમાં વ્યભિચાર આદિ દુર્ગુણોને પ્રવેશ થતાં તેઓ વિશ્વજનને સુધારી શકતાં નથી અને તેમજ પિતાની ઉન્નતિ પણ કરી શકતાં નથી. વીર્યરક્ષારૂપ દ્રવ્ય બ્રહ્મચર્ય અને આત્મજ્ઞાનાદિપ્રાપ્તિરૂપ ભાવબ્રહ્મચર્યપાલનના જે જે નિયમો છે તે નિયમોથી સાધુઓ અને સાધ્વીઓ ભ્રષ્ટ થાય છે ત્યારે તેઓ દેશનું, રાજ્યનું, કેમનું, સંઘનું અને આત્માનું ક૯યાણ કરવા સમર્થ થતાં નથી. વીર્યરક્ષાથી આ વિશ્વમાં અનેકલાની પ્રાપ્તિ થાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રીહરિભદ્રસૂરિ, શ્રીહીરવિજ્યસૂરિ, ઉમાસ્વાતિવાચક વગેરે આચાર્યોએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું તેથી તેઓ ધર્મસેવાદિ કાર્યો કરવાને શક્ત થયા હતા. પતંજલિ, વ્યાસ, શંકરાચાર્ય, દયાનંદ સરસ્વતી વગેરેએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યના પાલનથી તેઓએ સ્વઅક્ષરદેહેને અમર કર્યો છે. શ્રીયશોવિજયજી ઉપાધ્યાએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યના પાલનથી સંસ્કૃત ભાષામાં એકસનેઆઠગ્રન્થ રચ્યા છે. રામમૂતિ સેન્ડ વગેરેએ વીર્યરક્ષા કરીને દુનિયાને હેરત પમાડે એવા અંગકસરતના ખેલે કરી બતાવ્યા છે. કામવૃત્તિને ઉત્તેજક એવા આહાર વિહાર, વિચારો, આચાર, વેષ અને અવકનેથી દૂર રહેવું જોઈએ. કે જેથી વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનું સારી રીતે રક્ષણ કરી શકાય. વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનો નાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026