________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવર્તવાથી ક્ષાત્રવર્ગવડે ગૃહસ્થાશ્રમ કર્તવ્યકર્મની પરિપાલનતા કરાય છે, અને આત્માની પરમાત્મદશા કરી શકાય છે. બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર હૃદયમાં પરમાત્માનું સ્મરણ કરીને કર્તવ્યકર્મો કરતા છતા કર્મથી ખંધાતા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચારે વર્ણને કર્તબ્યકર્મ કરતાં નિમલ પરિણામે અખદ્ધાવસ્થા છે. ચારે વર્ણાદિ સંર્વને પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરવા પૂર્વક કર્તવ્યકર્મ કરતાં છતાં આત્માને અબદ્ધ રાખવાની શક્તિ પ્રાપ્ત થઈ શકે છે, તેથી ચારે વર્ણના મનુષ્યા કર્મ કરતાં છતાં નિર્મલ પરિણામે કર્મથી અંધાતા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર પ્રકારના આર્ય જૈના બ્યવહાર દશા પ્રમાણે વણું ગુણુ કર્મ પ્રવૃત્તિયેવડે આજીવિકાદિ કર્મો કરતા છતા અને તે કર્મોમાં શુભાશુભ પરિણામને નહિ ધારણ કરતા છતા અમૃદ્ધ રહી શકે છે અને ત્યાગાશ્રમને પ્રાપ્ત કરી છેવટે પરમાત્મસ્વરૂપ બની શકે છે. દેશોન્નતિ, સમાજોન્નતિ આદિ ઉપર્યુક્ત ઉન્નતિયામાં સ્વાધિકારે પ્રવર્તતા અને અન્તમાં શુભાશુભભાવથી ન્યારા રહેતા મનુષ્યા કર્તવ્યકર્મો કરતા છતા પરમાત્માના ધ્યાનના ચેગે અમૃદ્ધ રહે છે અને દેશોન્નતિની સાથે આત્મન્નિતિમાં પ્રતિક્ષણે આગળ વધે છે. અતએવ ભ્રાન્ત થઈને કદાપિ કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવું નહિ. કેટલાક ક્ષત્રિય જૈન રાજાએ અને જૈન ક્ષત્રિયે! સ્વક્ષાત્રકર્મના અધિકારથી ભય પામી વિવૃત્તિ સેવવા લાગ્યા અને સ્વાધિકારથી ભ્રષ્ટ થયા તેથી તેઓ રાજ્યપદવી વગેરેથી દૂર થયા, તેથી તેએ ધર્મની ઉન્નતિ અને દેશ, સમાજતથા સંઘની ઉન્નતિ કરી શક્યા નહિ. જેનામાં જે જે ગુણકર્મની શક્તિયા ખીલેલી હોય તેના અનુસારે તેણે કર્તન્યકર્મને અન્તશુભાશુભભાવથી ન્યારા રહી કરવાં જોઈએ. જ્યાંસુધી ગૃહસ્થદશામાં રહેવાનુ હોય ત્યાંસુધી ગૃહસ્થધર્મના અધિકાર પ્રમાણે ઉત્સર્ગ અને અપવાદથી દેશસમાજાદિની પ્રગતિને ધ્યાનમાં રાખી કર્તવ્યકર્મો કરવાં જોઇએ. ગમે તે સ્થિતિમાં આત્મજ્ઞાનપ્રતાપે પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરીને કર્તવ્યકર્મ કરતાં જ્ઞાનાવરણીયાદિ કર્મથી અમૃદ્ધ રહી શકાય છે. દુનિયાની સાથે જે જે કર્તવ્યમ સંબંધે જે જે પરમાર્થ કૃત્યો કરવાને સ્વાધિકાર હોય તે પ્રમાણે
For Private And Personal Use Only