________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૨ નામાં મન્દતા આવી તેથી પૂર્વની પેઠે ધર્મવૃદ્ધિ કરી શક્યા નહિ. સતતત્સાહ અને સતત પ્રયત્ન વિના ગમે તેવા બળવાનું મનુષ્ય પણ કાર્યની સિદ્ધિમાં હાર પામે છે. સતતેત્સાહથી મુક્તિની પ્રાપ્તિ કરી શકાય છે અને શ્રી મહાવીર પ્રભુની પેઠે લાખો પરિષહ સહીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી સર્વ શક્તિ ખીલવી શકાય છે. સતતેત્સાહ પ્રયત્ન વિના લાંબા લચક જાહેર ભાષણ આપ્યાથી કંઈ વળતું નથી અને દીર્ધ વિચાર સૂત્રી થવાથી પણ કંઈ વળતું નથી. અએવ મનુષ્યએ સતતેત્સાહ પ્રયત્નપૂર્વક પ્રારંભિત કાર્યો કરવા જોઈએ. આર્યાવર્તના પ્રાચીન મનુષ્યમાં સતતેત્સાહ પ્રયત્ન હતું તેથી તેઓ સર્વ દેશોના નેતાઓ બનીને વિશ્વના કલ્યાણમાં અપૂર્વ ભાગ આપી શકતા હતા. હાલના આર્યોમાં સતતેત્સાહ પ્રયત્ન પ્રગટે અને તેથી તેઓ પૂર્વની ઝાઝલાલીને પ્રાપ્ત કરે. શુભ કાર્યોમાં સતતેત્સાહ પ્રયત્નબળ વાપરવાની જરૂર છે. રજોગુણ અને તમે ગુણી કાર્યોને પરિહાર કરીને સાત્વિક મનુષ્ય સાત્વિક કાર્યોની સિદ્ધિમાં સતતેત્સાહ પૂર્વક પ્રયત્ન કરે છે. સતતેત્સાહ પ્રયત્નથી સર્વત્ર સદા કાર્યસિદ્ધિ થાય છે. એવું અવગત કરીને પ્રારંભિતકાર્યમાં સ્વભાવે પ્રવૃત્તિ કર. કાર્યની સિદ્ધિ થવાની છે કે કેમ ? તે સતતેત્સાહ પ્રયત્નથી અવાધાય છે. અત એવ અન્ય વિકલ્પસંકલ્પને ‘ ત્યાગ કરીને પ્રારંભિતકાર્યમાં સદ પ્રવૃત્ત થવું જોઈએ. પ્રારંભિત કાર્યમાં વિને આવ્યા વિના રહેતાં નથી, તેથી તેમાં સતતેત્સાહની આવશ્યકતા રહે છે. સતતેત્સાહપૂર્વક કાર્ય કરવાથી અંતે વિજય વરમાળને પ્રાપ્ત કરી શકાય છે. સં. ૧૮૫૭ના બળવામાં બ્રિટીશએ હિન્દુસ્થાનમાં સતતેત્સાહ પ્રયત્નથી બળવાખોરને વિખેરી નાખ્યા. જે તેનામાં સતતેત્રાહમદ પડી ગયો હોત તે બ્રિટીશ રાજ્યની એક દિવસના અંતરામાં જડ ઉખડી જાત. પાશ્ચાત્ય વિદ્વાન–શેધકોને-મૂળ મંત્ર એ છે કે પ્રારંભિત કાર્યમાં સતતેત્સાહ પ્રયત્નથી પ્રવર્યા કરવું. સતતેત્સાહ પ્રયત્નથી બ્રિટીશેએ સર્વત્ર પૃથ્વીમાં અદ્યપર્યત રાજ્યવ્યવસ્થાકાર્યમાં અનેક સિદ્ધિ મેળવી છે તે કોનાથી અજ્ઞાત છે. પ્રતિજ્ઞાત કર્તવ્ય કાર્યોમાં સતતત્સાહ પ્રયત્નની જરૂર છે. સતતેત્સાહ વિના કેઈ પણ પ્રતિજ્ઞારૂપ કાર્યની સિદ્ધિ થતી નથી.
For Private And Personal Use Only