________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮ આવ્યો અને તે તેણે પીધે; પરંતુ દૈવયેગાત્ જીવતી રહી અને ભક્તિમાં સ્થિર રહી. યુવાવસ્થા હોય, બત્રીશ પ્રકારની રસવતીનું ભેજન મળતું હાય, શરીરની આરેગ્યતા હોય તેમજ અત્યંત વીર્યભર દેહ હોય અને સુરૂપવતી વનવંતી અને હૃદયગ્રાહી સ્ત્રી આવીને કામની પ્રાર્થના કરતી હોય તે સમયે જેમ બ્રહ્મચર્યમાં સ્થિર રહેવું મહા મુશ્કેલ કાર્ય છે, તદ્વત્ કાર્યપ્રવૃત્તિમાં શૈર્ય ધારણ કરવું એ પણ મુશ્કેલ કાર્ય છે. કાર્યપ્રવૃત્તિ સંબંધી બાહ્યાન્તર સ્થિરતા એજ વાસ્તવિક પ્રવૃત્તિ પ્રગતિનું ચિહન અવધવું. આન્સર સ્થિરતાની અસર ખરેખર વાણ, કાયા અને કાર્યપ્રવૃત્તિપર સારી થાય છે અને તેથી બાહ્ય વ્યાધિ ઉપાધિના તાપ વેઠવા છતાં અન્તથી નિર્લેપ રહી શકાય છે. રાજા પિતાના રાજાના ધર્મ સ્થિરતાવડે પ્રવત્તિ શકે છે તેમ પ્રજા પિતાના પ્રજાના ધર્મ સ્થિરતાવડે પ્રવત્તિ શકે છે જે જે મહાત્માઓએ આ વિશ્વમાં હિતકારક કાર્યપ્રવૃત્તિને આરંભી હતી. તેમાં તેઓ શ્રી વીરપ્રભુની પેઠે સ્થિર રહ્યા હતા. કાર્યપ્રવૃત્તિમાં અસ્થિર બનવાથી આમાની પડતી દશા થાય છે અને વિશ્વમાં પોતાને સાહાસ્ય કરવાને જેઓ રાહ જોઈ રહ્યા હોય છે તેઓ તેનાથી દૂર ખસે છે અને અન્ય કાર્યની પ્રવૃત્તિઓમાં પણ ભવિષ્યમાં અસ્થિરતાથી અશુભ પરિણામ આવે છે. અએવ ચાહે થવાનું હોય તે થાઓ, પરન્તુ કાર્યપ્રવૃત્તિમાં સ્વૈર્ય ધારણ કરીને પ્રવર્તવું જોઈએ અને તેમાંથી કદી પ્રાણાતે પણ પાછું ન હઠવું જોઈએ. પ્રત્યેક મનુષ્ય મેરવત્ ર્ય અવલંબીને પ્રત્યેક કાર્યમાં ઉપયોગથી પ્રવર્તવું જોઈએ. પ્રવર્તતા ઉપગથી કાર્યમાં પ્રવર્ત, ઉપગે કાર્ય કર, પ્રત્યેક કાર્ય કરતી વખતે ચારે બાજુઓને ઉપગ રાખ. ઉપગવિના થપ્પડ ખાઈ બેસીશ. ઉપયોગવિના પ્રમાદ થશે અને તેથી કાર્યપ્રવૃત્તિમાં અનેક ભૂલે થશે એમ અવબોધીને ઉપગથી પ્રવર્ત. શેલગ મુનિને જ્યારે ઉપગ આવ્યું ત્યારે આત્માનું ભાન આવ્યું અને પ્રમાદને દૂર કર્યો. અઈમુત્તા મુનિએ ઉપગ દીધો ત્યારે જલમાં પાત્રનું નાવ બનાવવાની પ્રવૃત્તિ ખરેખર તેને દોષિત લાગી અને તેથી તે ઈર્યાપથિકી ક્રિયામાં પ્રવૃત્ત થઈ કેવલજ્ઞાન પામ્યા. શ્રી બાહુબલી
For Private And Personal Use Only