________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૧ અવલંબન કરવું જોઈએ. વિશ્વશાલામાં અનેક અનુભવ પ્રાપ્ત કરવાને માટે મનુષ્ય અવતારની પ્રાપ્તિ થઈ છે તેને એક ક્ષણ માત્ર પણ પ્રમાદમાં ન ગાળવો જોઈએ. વિશ્વશાલાના તનું અધ્યયન કરવાને એકાન્ત પર્વતનાં નિર્મલાને ઉપવન અને ઉદ્યાનનાં એકાન્ત સ્થાનેનું અવલંબન કરવું જોઈએ કે જેથી આત્મા પરમાત્મા-કર્માદિનું સમ્યક સ્વરૂપ વિચારી તેને નિશ્ચય કરી શકાય. ગાતમબુદ્ધ વિશ્વશાલામાં નતિ કરવાને પર્વત–નદીઓ-ગુફાઓ અને ઉપવનના એકાન્ત રમણીય સ્થાનને આશ્રય લીધે હવે, શ્રીસર્વજ્ઞ વીતરાગ મહાવીર પ્રભુએ એકાન્ત સ્થાનને આશ્રય લીધો હતો અને આત્મધ્યાનમાં તલ્લીન થયા હતા. મુસાએ પર્વત પર ચઢીને ઈશ્વરીય કાયદાઓને ઉપદેશ્યા હતા. ઈશુ કાઈટ દરિયા કાંઠે વગેરે રમણીય સ્થાનમાં આ વિશ્વ સંબંધી વિચાર કરતો હતો. મહમદ પયગંબરે પર્વતની ગુફાઓમાં બેસી કુરાનના નિયમોને હૃદયની બહિરુ કાઢયા હતા. શંકરાચાર્યે નર્મદાનદી વગેરેના બેટડાઓમાં રહીને વિશ્વશાલાનાં તને અભ્યાસ કરી અદ્વૈતવાદની દષ્ટિપર આરોહણ કરી ઉપદેશ દીધું હતું. વિશ્વશાલામાં એક એક દષ્ટિના બે બે દષ્ટિના અભ્યાસકે તે અનેક મનુષ્ય મળી આવે છે, પરંતુ સર્વથા સર્વદા સર્વદષ્ટિના સંપૂર્ણ ગૃહસ્થને સંપૂર્ણપણે અવકનારાઓ તે કઈકજ મળી આવે છે. વિશ્વશાલાના તત્ત્વનું પરિપૂર્ણ અધ્યયન મનન કરી પિંડ અને બ્રહ્માંડની વાસ્તવિક સ્થિતિને અભ્યાસ જે કરે છે તે ન્નતિકર્મસાધક બની શકે છે અને તે સ્વકર્તવ્યકર્મમાં મેવત્ સ્થિર રહી શકે છે. આ વિશ્વશાલામાં પ્રતિદિન મનુષ્ય અનેકપ્રકારના અનુભવને અભ્યાસ કર્યા કરે છે. જ્યારે કેવલજ્ઞાન થાય છે ત્યારે અભ્યાસને અંત આવે છે. યાવત્ આ વિશ્વશાલામાં કઈ પણ મનુષ્યને કેવલજ્ઞાન નથી થયું તાવત્ તે મનુષ્ય અનેક અનુભવેને પ્રતિદિન અભ્યાસી છે. એક અનુભવથી અન્ય અનુભવ પ્રાપ્ત થાય છે અને એક અનુભવમાં પ્રતિદિન અનેક પ્રકારે સુધારે વધારે થતું જાય છે. જેમ જેમ અમુક વસ્તુસંબંધી વિશેષ જ્ઞાન પ્રગટે છે તેમ તેમ તે વસ્તુ સંબંધી પૂર્વે નિશ્ચિત કરેલા અનુભવમાં ફેરફાર થતો જાય છે. અતએવા
For Private And Personal Use Only