________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૫
આત્માની સ્વચ્છતા વિના પ્રારંભિત ધર્મકાર્યાંનું ફૂલ ટકી શકતું નથી. યમ–નિયમ–આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન અને સમાધિ એ અષ્ટાંગોને સ્વચ્છ અને વ્યવસ્થિતિએ પ્રસેવવાં જોઇ એ. પૂજા–પ્રતિક્રમણ-તપ-જપ–સયમ–સ્વાધ્યાય-સેવા અને ભક્તિમાં હુદયશુદ્ધિની સ્વચ્છતા વિના આત્મગુણાને પ્રકટાવવારૂપકાર્યમાં એક અંશ માત્ર પણ આન્તર દૃષ્ટિથી પ્રગતિ કરી શકાતી નથી એમ અનુ ભવ દ્રષ્ટિએ ધર્માનુષ્ઠાના દ્વારા હૃદય ગુણાની પ્રકટતા સંબંધી વિચાર કરવાથી ક સારાંશને ખ્યાલ આવી શકે છે. વ્યવસ્થિત બુદ્ધિથી કાર્ય કરીને યુરોપીય લાકે સાયન્સવિદ્યામાં-પોષ્ટખાતામાં અને શેશપ્રેમાં પ્રગતિમાનૢ થાય છે. બ્રિટીશ રાજ્યકાર્યની વ્યવસ્થા અને સુન્દ
તા પ્રતિ ધ્યાન દેતાં ત્વરિત કેવી રીતે કાર્ય કરવું જોઇએ તેના મનમાં ખ્યાલ આવશે. મન-વાણી-કાયા અને આત્મા જેટલે વ્યવસ્થિતસ્વચ્છ અને સુન્દર અનેલા હોય છે તેટલા તેના વિચારા શબ્દો અને કાર્યો ખરેખર વ્યવસ્થિત-સ્વચ્છ અને સુન્દર હોય છે. જેની બુદ્ધિમાં વ્યવસ્થિતતા નથી, તેના કાર્યોમાં વ્યવસ્થિતતા ન હોય એ મનવા ચેાગ્ય છે. પ્રત્યેક કાર્ય કરવાની વ્યવસ્થા પ્રથમ મનના વિચારોમાં ગોઠવાય છે. જેવી વિચારોમાં વ્યવસ્થિતતા હોય છે, તેવી કાયા દ્વારા થતા કાર્યમાં વ્યવસ્થિતતા આવી શકે છે. વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર કાર્યોનું મૂલ સૂક્ષ્મ કારણુ ખરેખર વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર વિચારો છે, અતએવ મનુષ્યે પ્રથમ વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર વિચારીને કરવા જોઇએ કે જેથી વાણીમાં પણ વ્યવસ્થિતતા સ્વચ્છતા અને સુન્દરતા ઝળકી ઉઠે અને વ્યવસ્થા મધ વિચારાને શબ્દો દ્વારા બહાર કાઢી શકાય તથા પ્રત્યેક કાર્યમાં પણ વ્યવસ્થિતતા અવલાકો શકાય. અવ્યવસ્થિત શબ્દોથી, અવ્યવસ્થિત લેખાથી, અવ્યવસ્થિત કાર્યોંથી મનુષ્યના મનની અવ્યવસ્થિત બુદ્ધિના ખ્યાલ આવી શકે છે. પ્રત્યેક કાર્યની વ્યવસ્થા, સ્વચ્છતા અને સુન્દરતા માટે પ્રથમ બુદ્ધિની વ્યવસ્થિતતા થાય એવી રીતે ખરેખર પ્રત્યેક કાર્ય સબંધી માનસિક કેળવણી ગ્રહણ કરવી જોઈએ કે જેથી કાર્ય કરવાની વ્યવસ્થા અને સ્વચ્છતા તથા સુન્દરતાની શુદ્ધિ વૃદ્ધિ થાય અને તેથી આત્માન્નતિકારક આ
For Private And Personal Use Only