________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬
વ્યાં હતાં અને ગુર્જર દેશ વગેરે દેશને તાબે કરવાની વ્યવસ્થાઓને સારી રીતે અને તેઓએ ગુર્જરાદિ દેશને સર કર્યા હતા. તત્સમયે રાજપુત યુદ્ધકલા નિપુણ્યને કાલાનુસારે જાણવામાં પશ્ચાત્ પડ્યા હતા; તેમજ સ્ત્રી માટે યુદ્ધ, એક બીજાની ઈર્ષ્યા, માજશેખ, પરસ્પર વિધ ફટફુટ વગેરે દુર્ગુણોના સડાથી સડી ગયા હતા અને કેટલાક ઉત્તમ રાજપુત વીરે હતા પરંતુ દુર્ગુણીને ભાગ માટે હોવાથી કુસંપથી તેઓ પડતી દશામાં આવી પડયા હતા. મુસલમાને પરસ્પર સંપીલા તથા યુદ્ધકળામાં અપ્રમત્ત હતા તેથી તેઓએ આત્મભેગે આર્યાવર્તનું આધિપત્ય મેળવ્યું પરંતુ તેઓએ હિન્દુસ્થાનના સર્વ લોકોના ધર્મની બાબતમાં અલગ રહીને તથા સર્વત્ર શાન્તિ પ્રસરાય એવા ઉપામાં સદા તત્પર થઈને દેશકાલાનુસારે સર્વ જીવોના ઉદયાર્થે ભેદભાવ રાખ્યા વિના પ્રવૃત્તિ કરી હતી તે તેઓ આર્યાવર્તમાં દીર્ધકાલપર્યન્ત રાજ્ય કરી શકત. પરન્તુ સદ્ગુણો વડે બ્રીટીશ સરકારની પેઠે સર્વ પ્રજાનું શ્રેય કરવું એવું વિરલ નૃપતિઓને આવડે છે. બ્રિટીશ સરકારે વ્યક્ષેત્ર કાલભાવ જાણુને અને અનેક રાજાઓનાં રાની વ્યવસ્થાને અવબધી જે દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે રાયકાર્યાદિ પ્રવૃત્તિને અંગીકાર કરી છે તેથી તેણે અખિલ વિશ્વમાં ચક્રવર્તિ પદવીને પ્રાપ્ત કરી છે અને તેણે મનુષ્યની પ્રગતિને શિક્ષણદિ પ્રવૃત્તિથી ઉત્તમ પ્રબંધ રચ્યો છે. સાધુઓ સન્તનું તેણે રક્ષણ કર્યું છે. ગરીબમાં ગરીબ મનુષ્યને પણ કોઈ સતાવે નહિ એવા દ્રવ્યક્ષેત્ર કાલાનુસારે કાયદાઓ રચ્યા છે અને સર્વ બાબતને પહોંચી વળવાની સુયોજનાઓ પૂર્વક સુવ્યવસ્થાઓ રચીને અનેક સુધારાવધારા કર્યા છે તેથી તેના સમાન અન્ય કઈ રાજ્ય હાલ ગણાતું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધએ આત્મશક્તિની તુલના કરીને પરસ્પર એકબીજાની પ્રગતિમાં સાંકલના એકેડાની પેઠે સંબંધિત થઈને પરસ્પરપગ્રહદષ્ટિવડે એકબીજાને ઉપગ્રહ કરવાની ફરજથી બંધાઈને દ્રવ્યક્ષેત્રકાલ ભાવાનુસારે કર્તવ્યકર્મોને આત્મશક્તિના અનુસારે કરવાં જેઈએ કે જેથી વર્તમાન અને ભવિષ્યકાલમાં વ્યવહાર અને પરમાર્થથી
For Private And Personal Use Only