________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૬
ટળવા માંડી છે અને જાગ્રત્ થઈ વિશ્વમાં કાર્ય કરવાને ઉઠવામાં આવ્યું છે. મેહને પડદે પિતાના પરથી ખસતાં અન્ય મનુષ્યના વાસ્તવિક આત્માઓને દેખવાની શક્તિ પ્રગટવાની સાથે મૈત્રી-પ્રદ માધ્યચ્ચ અને કારૂણ્યભાવના પ્રકટવી જોઈએ અને તે આચારમાં મૂકાવાની સાથે તેને અનુભવ આવે ત્યારે અવબોધવું કે હવે કઈ જાગ્રત થવાનું કાર્ય કરવાને ઉઠવાની યોગ્યતા આવી છે. સર્વ જીવોના ભલામાં અને તેઓનાં દુઃખ હરવા માટે હૃદયમાં શુદ્ધ પ્રેમ અને સેવાની ભાવનાઓ પૂરજોસમાં સિધુના પૂરની પેઠે ઉછળતી હોય ત્યારે સમજવું કે મોહનિદ્રાને વિલય થવા લાગે છે અને કંઈક જાગ્રત્ દશા થઈ છે. ધર્મના મતભેદ પ્રભેદની ચર્ચાઓના ખંડનમંડનમાં મેહના ઉછાળા પ્રગટતા હોય ત્યાં ચેતનજી ઉઘેલા જાણવા અને તેઓને તત્સમયે મેહરાજા લુંટતો હોય એમ અવધવું. ત્યાર હૃદયમાં પરમાત્મા છે. મોહ અગર શયતાનવશ જે હારું મન ન થાય તે મહનિદ્રાથી મુક્ત થવાને માટે તું લાયક છે. જે મનુષ્ય મેહના વશમાં રહીને દેશસેવા-ધર્મસેવા-વિશ્વસેવા-સંઘસેવા-જ્ઞાતિસેવા અને સાર્વજનિક કાર્યો કરવા જાય છે તે જગને લાભના બદલે હાનિ વિશેષ કરી શકે છે અને પિતાના આત્માની ઉન્નતિમાં પ્રવૃત્ત થતાં અનેક સ્થાનમાં આથડી પડે છે. જ્યાં સુધી મેહનિદ્રાના પૈનથી ઘેરાયલે આત્મા છે ત્યાં સુધી તે અધૂમનુષ્યના જેવો છે તેથી તેમને ગમનાગમનની અને ક્યાં જવું તેની સુઝ પડે નહિ અને તેથી તે સ્વાભકાર્યો અને પરાત્મકાર્યોને ભેદ અવધી શકે નહિ તેથી તે જે જે કરે તેમાં આંધળી દળે અને પાડું ખાઈ જાય જેવી દશાને પ્રાપ્ત કરી શકે એમ સંભવી શકે છે. અએવ સર્વથી શ્રેષ્ઠ કાર્ય એ છે કે મહનિદ્રાને નાશ કરવો. જે મનુષ્ય કુંભકર્ણની નિદ્રાની પેઠે મોહનિદ્રામાં લીન બની ગએલા છે તે મનુષ્ય “અંધે અંધ પલાયની” પ્રવૃત્તિને સેવનારાઓ જાણવા. જ્યારે જ્યારે મનુષ્ય મેહનિદ્રામાં લીન થઈ જાય છે અને અન્ય પ્રવાહથી પ્રવૃત્ત થઈ જગતને અન્ધકારમાં નાખે છે ત્યારે તીર્થકર જેવા મહાપુરૂષને પ્રાદુર્ભાવ થાય છે અને તેઓ જગતમાં પ્રવર્તેલી મહનિદ્રાને હઠાવે છે, મોહને હઠા
For Private And Personal Use Only