________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
સ્વાધિકારે કર્તવ્ય કર્મની ગ્યતાને પ્રાપ્ત કરવી જોઈએ. કર્તવ્યકાર્યની ઉપયોગિતા અને આવશ્યકતા યાવત્ છે તાવત્ તે કર્યા વિના છૂટકે થતો નથી. સ્વશીર્ષે આવી પડેલાં કાર્યો ન કરવાથી જગત વ્યવહારમાં રહી શકાતું નથી અને વ્યવહારને ઉચછેદ થવાથી સ્વપરને ઘણી હાનિ થાય છે. અએવ અનાસકિતથી કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ કે જેથી દેશનું, સમાજનું, જ્ઞાતિનું, કુટુંબનું, સ્વજનનું અને સ્વનું શ્રેયઃ થઈ શકે. ભદ્રબાહુ સ્વામી નેપાલમાં મહાપ્રાણયામનું ધ્યાન ધરતા હતા તે પણ સંઘસેવા નિમિત્તે તેમણે અન્ય સાધુઓને પઠન કરાવવાનું કાર્ય કર્યું. વિષ્ણુ મુનિને શ્રમણુસંઘ રક્ષા નિમિત્તે મેરૂ પર્વત પરથી ધ્યાન સમાધિને ત્યાગ કરીને આવવું પડયું. શ્રી કાલિકાચાર્યને ગ્રીક-ઈરાનના અમીરેને ઉશ્કેરીને ઉજજયિનીમાં ગર્દભભિઠ્ઠ રાજાને નાશ કરાવવા માટે લાવવા પડયા તેમાં સંઘરક્ષા અને ધર્મરક્ષાદિ કાર્યોની ફરજ પિતાના શીર્ષપર આવેલી પડેલી તેથી તેમાં આત્મભોગ આપવાની કર્તવ્યતાને અનાસતિભાવે તેમણે સ્વીકારી હતી. આસક્તિ વિના સ્વપશ્રેયઃ ઉદયની ઉપગિતાને નિશ્ચય કરી કર્તવ્ય કાર્ય કરતાં દૈવિકશક્તિની સાહાચ્ય મળે છે. કેઈપણ પદવીની આસક્તિથી કર્તવ્યપરાયણ થતાં ત્યાં અટકવાનું થાય છે અને આગળની ઉન્નતિના માર્ગ ખુલ્લા થઈ શકતા નથી. કૌત્તિ, માન અને પૂજા વગેરેની આસક્તિથી અન્ય મનુષ્ય સાથે રાગ દ્વેષાદિકષાયોનું સંઘર્ષણ થાય છે અને તેથી સ્વકીય આત્મભેગથી જે જે શ્રેયઃ કરવાનું હોય છે તે રહી જાય છે અને આત્માની શક્તિને અને સમયને અશુભ માર્ગે બહુ વ્યય થાય છે. ઈલ્કાબ, પદવી, માન વગેરેની આસકિતથી કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી અનેક મનુષ્યને હાનિ પહોંચાડવાને પ્રસંગ આવે છે અને અન્યમનુષ્યની સેવામાં પરિ. પૂર્ણ આત્મભોગ આપી શકાતું નથી. ઈલ્કાબ, માન પ્રતિષ્ઠા વગેરે મળે છે તે કાર્ય કરવાથી મળ્યા કરે છે પરન્તુ તેમાં આસક્તિ રાખીને જે કાર્ય કરવાનું છે તેનું સાધ્યબિંદુ વિસ્મરીને ઈલકાબ પદવી વગેરેને સાધ્યબિન્દુ તરીકે કલ્પી તેમાં આસક્ત ન થવું જોઈએ. સામાજિક ધર્મ કાર્યોને અનાસકતભાવે કરવાથી વિશ્વ મનુષ્ય તર
For Private And Personal Use Only