Book Title: Karm Pariksha yane Daivi Chakrano Chamatkar
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 8
________________ (૩) પત્તિમાં વધારે થાય છે. આવા નિશ્ચયપર તે આવી ગયું હતું. તેથી કૃર કારભારીઓના કરતા ભરેલાં કામને તે વારંવાર ઉત્તેજન આપતે હતો. રાજાની મોટી મહેરબાનીથી તે કારભારીઓ પ્રધાનને ગણકારતા ન હતા અને પ્રધાન પણ તેમને વધારે દબાણ કરી શકતા ન હતા. માણસ જેવા વિચાર કરે છે. તેવા વિચારોથી તેનું હૃદય ઘડાતું જાય છે અને છેવટે તે તન્મય બની જાય છે. જિતારિ રાજાને માટે પણ તેવું જ બન્યું હતું. સંસર્ગની અસર થવા માટે જે કહેલ છે તે યોગ્ય જ છે, કારણકે संतप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायते, मुक्ताकारतया तदेव नलिनी यत्र स्थितं राजते। स्वात्यां सागरशुक्ति कुक्षिपतितं तज्जायते मौक्तिकं, प्रायेणाधममध्यमोत्तमगुणाः संसर्गतो जायते" ॥ એટલે—તપેલા લેખંડપર જળ બિંદુ પડતાં તેનું નામ માત્ર પણ જણાતું નથી, તેજ જળકણ કમળપત્ર પર હોય તે મેતી સમાન ચળકે છે અને વળી સ્વાતિ નક્ષત્રમાં તે બિંદુઓ સમુદ્રની છીપમાં પડે, તે તે મેતીરૂપે પાકે છે એટલે સંસર્ગથી અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણ પ્રાપ્ત થાય છે. જિતારિ રાજાનો મહિસાગર મંત્રી ઉંચા વિચારનો હતો, પણ તેવા તેના વિચારે રાજાને પસંદ ન હતા, તેથી તે પ્રધાનની સાથે જરૂર પૂરતજ પરિચય રાખતે તેને નીચ કારભારીએમાં એક પ્રચંડસિંહ નામે રાજાને અંગરક્ષક હતા. તે અત્યંત કૃર સ્વભાવને હતો. તેણે પિતાના નીચ આચાર વિચારેથી રાજાને એટલે બધે પરાધીન બનાવી દીધો હતે કે. એક ઘડીવાર પણ રાજાને તેના વિના ચાલતું ન હતું, રાજાને મેજ શેખના સાધન મેળવી આપવાને તેણે સારે શ્રમ લીધો હતો. પિતાના બધા નેકરેામાં અગર સંબંધીઓમાં તેને જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 330