Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 6
________________ આ પુસ્તકના આર્થિક સહાયક વિષે મણિબહેન, જેઓ જામ ખંભાળીયા (જામનગર)નાં વાણિયા સેની બાનુ છે, જેમનાં ધર્મપરાયણ માતાજી મેતીબા અને સફેદ શ્રીયુત દ્વારકાદાસભાઈ તથા શ્રી જયંતીલાલભાઈ આદિ પિતૃગૃહ-પરિવાર ધર્મસ્નેહી અને ઉદારભાવી છે, અને એ મહાનુભાવ સહેદોની દુકાન સેની મૂળજી લાલજીના નામે ખંભાળીયામાં પ્રસિદ્ધ છે. મણિબહેનને વિવાહ થયેલો તેર વર્ષની ઉમ્મરે, સત્તર વર્ષની ઉમરે પ્રભુદાસને [વિ. સં. ૧૯૭૮, કાર્તિકેકૃષ્ણદશમી, મંગળવારે) જન્મ, અને એ બાળકની સવા વર્ષની અવસ્થામાં જ તેમના પતિ ત્રિભોવનદાસનું અવસાન. પ્રભુદાસ ઉર્યો ને માટે થયેલે મોસાળમાં મોસાળ પક્ષના સારા સંસ્કારો તેનામાં ઉતરેલા. સત્તર વર્ષની ઉમ્મર થતાં એ સરલ, ભદ્ર અને માતૃભક્ત કુમારનું વિ. સં. ૧૯૯૫, ફાગણ વદિ ૧૦ બુધવારે ક્ષયરોગે અવસાન થયું. એ ધાર્મિક અને ગુણવાન પુત્રના અકાલ મૃત્યુએ માતાના દિલને ફફડાવી મૂછ્યું. તેમનું સુત્ર અને સંસ્કારી માનસ આથી ત્યાગ-વૈરાગ્યની દિશામાં દોરાવા લાગ્યું. તદનુસાર તેઓ ધર્મના આરાધનમાં પિતાનું જીવન વહાવી રહ્યાં છે. તેઓ આત્મજ્ઞાનપિપાસુ અને સ્વાધ્યાયરસિક છે, અને જન્મ વૈષ્ણવધર્મો અને પછી કબીરપંથના અનુરાગી બન્યાં છતાં કોઈ પણ ચારિત્રશાલી સલ્તની તરફ તેમનું ગુણપૂજક માનસ ભક્તિભાવિત બને છે. તદનુસાર તે રહ્યાં છે તે રસિક છે અને તેઓએ પિતાના સ્વર્ગત પ્રભુભક્ત પ્રભુદાસના પુણ્ય સ્મરણ નિમિત્તે આ પુસ્તકના મુદ્રણમાં આર્થિક સહાય કરી વિદ્યાદેવીને ચરણે મંગલસ્વસ્તિક પુરવાનું સત્કૃત્ય બનાવ્યું છે, જે ધન્યવાદને પાત્ર છે, પબ્લિશર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 120