Book Title: Kalashamrut Part 4
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 5
________________ કલશાકૃત ભાગ-૪ (પ્રકાશકીય નિવેદન 8 ) “અહો ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો; જિન કુંદ ધ્વનિ આપ્યા અહો! તે ગુરુ કહાનનો.” વર્તમાન ચોવીસીના મોક્ષમાર્ગના આ પ્રણેતા ભગવાન ઋષભદેવથી મહાવીર સ્વામી પર્યત સમસ્ત તીર્થકરોની અચલ તીર્થધરા પર જૈનદર્શનની અણમોલ સંપત્તિને પ્રદત્ત કરનાર દ્વિતીય શ્રુતસ્કંધને લિપિબદ્ધ કરી અલભ્ય જૈન વાગ્ધારાને જયવંત કરનાર ચારણ ઋદ્ધિધારી આચાર્યવર શ્રી કુંદકુંદદેવ થયા. આ જૈન સંસ્કૃતિની અનાહત પ્રવાહની પરિપાટીમાં આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવ થયા. તેઓશ્રી દ્વારા અવિચ્છિન્ન વહેતી જૈનધારાની શૃંખલામાં પંશ્રી રાજમલ્લજી પાંડે સાહેબ થયા. ઉત્તરોત્તર ચાલી આવતી અસ્મલિત ધારામાં આપણા મુક્તિદૂત પૂ. સદગુરુદેવ શ્રી કાનજી સ્વામી થયા. આ સર્વે સંતોની સ્વાનુભવ રૂપ યાત્રાના અંતર્ગત ઉપલબ્ધ પરમાગમોનું પ્રબુદ્ધ દર્શન મળ્યું. આ બહુમૂલ્ય આત્મદર્શનની ચરમ સૌખ્યધારા અશ્રુષ્ણ વહેતી ભવ્ય જીવોના અંતરાચલમાં સ્થિત થતાંની સાથે જ અનાદિથી ચાલી આવતી વિકૃતિઓનું વિસર્જન થયું. શ્રી અમૃતચંદ્રદેવે સ્વયં રચેલા કાવ્યરૂપ કળશોમાં અધ્યાત્મના ગૂઢ રહસ્યોને સમાવિષ્ટ કર્યા છે. તે ગાંભીર્ય અર્થને ટીકાકાર પં. શ્રી રાજમલ્લજી પાંડેએ પોતાની નિજ સ્વાનુભવમયી સૂક્ષ્મ પ્રજ્ઞાના બળથી. સરળ ભાષામાં પ્રકાશિત કર્યા છે. તેઓશ્રીએ શુદ્ધાત્માની અતિશયતાને તો મુખરિત કરી જ છે પરંતુ તેની સાથે શુદ્ધાત્માને અનુભવવાની સમ્યક કલા પણ બતાવી છે. ટીકામાં વાધે.. વાક્ય. શુદ્ધાત્માને પ્રત્યક્ષ આસ્વાદોનો નાદ પ્રમુખપણે ધ્વનિત થાય છે. અનેક રહસ્યોને વિશતાથી ઉદ્ઘાટિત કરનારી તેમની ટીકામાં શુદ્ધ જીવ વસ્તુને આત્મસાત્ કરાવનારી પ્રેરણાત્મક શૈલીના સહજ જ દર્શન થાય છે. તઉપરાંત પ્રયોગાત્મક વિધિને સર્વાગે હૃદયંગમ કરાવનારી સચોટ, સરલ અને મધુર ટીકાના સ્પષ્ટ દર્શન થાય છે. - બાલાવબોધ ટીકાના રચયિતા દ્રવ્યદૃષ્ટિવંત, સમ્યક પ્રજ્ઞાવંત શ્રી રાજમલ્લજી સાહેબનું ચિત્રપટ શ્રી રાજકોટ દિગમ્બર જિન મંદિરના સ્વાધ્યાય હોલમાં અંકિત કરેલ છે. તે જ ફોટાને આ કલશામૃત પુસ્તકમાં લીધેલ છે. પૂ. ગુરુદેવશ્રી એટલે નિજ ધ્યેયના ધ્યાની, આત્મજ્ઞાની, અધ્યાત્મના યોગી, અતીન્દ્રિય આનંદ રસના ભોગી એવા આદર્શ વિશ્વ વિભૂતિ થયા. તેમના દ્વારા જે શુદ્ધાત્મતત્ત્વનું વાસ્તવિક વિશ્લેષણ થયું છે તે પૂર્વેના સૈકાઓમાં નહોતું થયું તેવું અદ્ભુત સ્પષ્ટીકરણ મળ્યું છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 572