________________
१२
આ. પ્રભાચન્દ્રસૂરિ પ્રભાવક ચરિત્રમાં (રચના સં. ૧૩૩૪) જણાવે છે કે – “આ. પાદલિપ્તસૂરિએ ગિરનાર પર્વત નીચે કિલ્લામાં નેમિનાથ ચરિત્રનું વ્યાખ્યાન કરેલું. તે સાંભળીને નાગાર્જુને તે વર્ણન મુજબ દશાર્ડમંડપ, ઉગ્રસેનનો મહેલ, વિવાહમંડપ, ચોરી આદિ બનાવરાવ્યા હતા જે હજી પણ ત્યાં જોવામાં આવે છે.” (પ્ર.ચ. અનુવાદ પૃ. ૧૩૭)
માન્યખેટનો કૃષ્ણરાજા આ. પાદલિપ્તસૂરિના પરમભક્ત હતો. સાતવાહન રાજાએ માન્યખેટ નગરથી તેમને પ્રતિષ્ઠાનપુર તેડાવ્યા. ત્યાં એમણે વ્યાખ્યાનમાં “તરંગલોલા' કથા કહેવા માંડી. રસ ઝરતી એ કથાથી લોકો પ્રભાવિત થયા તે કારણે અને રાજાએ વિશિષ્ટ સન્માન કર્યું એથી પાંચાલ નામના કવિએ ઈર્ષ્યાથી એવો આક્ષેપ કર્યો કે આ તો મારા ગ્રન્થમાંથી ચોરીને ઉઠાંતરી કરેલી કથા છે. આ. પાદલિપ્તસૂરિએ જિનશાસનની હાનિ કરનાર આક્ષેપને કેવી રીતે દૂર કરવો તે વિચાર્યું.
યૌગિક પ્રક્રિયા દ્વારા જડ-મૃતકવતુ બની ગયા. આ. પાદલિપ્તસૂરિના અચાનક કાળધર્મથી આખા પ્રતિષ્ઠાનપુરમાં હાહાકાર વર્તી ગયો. એમની પાલખી જ્યારે પાંચાલ કવિના ઘર પાસેથી નિકળી ત્યારે એને પોતાના દુષ્કૃત્ય ઉપર ભારે પસ્તાવો થયો. પોતે અઘટિત આક્ષેપ કરી આચાર્યના પ્રાણ લીધા છે એવું એને લાગ્યું. એ પાલખી પાસે આવી રડતાં રડતાં પોતાના ગુનાનો એકરાર કર્યો અને કહ્યું કે
सीसं कहवि न फुटूं, जमस्स पालियत्तं हरंतस्स । जस्स मुहनिज्झराओ तरंगलोला नई वूढा ॥ १॥
(પ્રબંધચતુષ્ટય પૃ. ૩૧, ૯૮). ત્યારે આચાર્યશ્રીએ પાંચાલના મસ્તક ઉપર હાથ મુકી છાનો રાખ્યો આચાર્ય જીવંત છે જાણી સર્વત્ર આનંદ છવાયો.
રાજાએ અને નગરજનોએ પાંચાલને અપમાનિત કરી કાઢી મુક્યો ત્યારે આચાર્યશ્રીએ જ એને સસન્માન પાછો બોલાવવા રાજાને સમજાવ્યા.
આ. પાદલિપ્તસૂરિ મોટા ગજાના વિદ્વાન, નૃપપ્રતિબોધક અને મહાન શાસ્ત્રકાર હતા. તેમનો કાળધર્મ પ્રતિષ્ઠાનપુરમાં થયાનું કહાવલીમાં પ્રબંધચતુષ્ટય પૃ. ૩૧, ૯૮ જણાવ્યું છે.
ડૉ. મોતીચંદના મતે “તિત્વોગાલી'માં કલ્કિના સમકાલિન “પાડિવત’ જ આ. પાદલિપ્ત છે. (પ્રભાવકચરિત્ર ભાષાંતર પૃ. ૨૧, ટિ. ૧)