________________
પાટલીપુત્રના મુરુંડરાજાની મસ્તકની પીડા આ. પાદલિપ્તસૂરિએ પોતાના ઢીંચણ ઉપર તર્જની આંગળી ફેરવી દૂર કર્યાની નોંધ નિશીથ ભાષ્ય (ગા. ૪૪૬૦)માં પણ નોંધાઈ છે.
શિષ્યો કેટલા વિનિત હોય છે એ વાત મુફંડ રાજાને સમજાવવા આ પાદલિપ્તસૂરિએ બાલમુનિને ગંગા કઈ દિશામાં વહે છે એ જાણવા મોકલ્યા તે ઘટનાની નોંધ વિશેષાવશ્યક ભાષ્યની આ ગાથામાં છે.
निवपुच्छिएण भणिओ गुरुणा गंगा कुओमुही वहइ ?।
संपाइयवं सीसो जह तह सव्वत्थ कायव्वं ॥ આ પાદલિપ્તસૂરિએ ખપુટાચાર્ય પાસે સાતિશય વિદ્યાનો અભ્યાસ કર્યાની અને પાદલિપ્તા નામની સાંકેતિક ભાષાની રચના કર્યાની વિગત પણ મળે છે.
નાગાર્જુન નામનો રસાયણશાસ્ત્રી આ. પાદલિપ્તસૂરિનો ગૃહસ્થ શિષ્ય બન્યો હતો. આચાર્યશ્રી પાદલેપ દ્વારા ગગનમાર્ગે યાત્રા કરી પરત આવતા ત્યારે પગ ધોઈને એ પાણી પરઠવાનો લાભ લેતો. પાણી સુંઘી સુંઘીને એણે એમાં રહેલા ૧૦૮ રસાયણો ઓળખ્યા હતા.
એણે એવો લેપ તૈયાર કર્યો પણ ઉડી ન શક્યો. આચાર્યશ્રીએ કહ્યું કે – ચોખાના ધોવાણમાં ૧૦૮. ઔષધીઓ મેળવવી જોઈએ. સાદા પાણીમાં નહીં...
નાગાર્જુને પોતાના વિઘુગુરુની યાદમાં પાદલિપ્તપુર બનાવ્યું જે આજે પાલીતાણા તરીકે જાણીતું છે.
નાગાર્જુને શત્રુંજય તીર્થ ઉપર ભગવાન મહાવીરના જિનાલયનું નિર્માણ કર્યું. એમાં આ. પાદલિપ્તસૂરિની ગુરુમૂર્તિ બિરાજિત કરી હતી. આ જિનાલયમાં આચાર્યું “ગાતાજુઅલણથી શરૂ થતું પ્રભુ મહાવીરનું સ્તોત્ર બનાવ્યું હતું.
આ સ્તોત્રમાં સુવર્ણસિદ્ધિ અને આકાશગામિની વિદ્યાની હકિકત ગુપ્ત રીતે આપી છે.
શ્રી હીરાલાલ કાપડિયા જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભા. ૧, પૃ. ૧૨૩ ટિ. ૧ માં જણાવે છે કે – “આ (સ્તોત્ર) ચ. પ્ર. (ચતુર્વિશતિપ્રબંધ) પૃ. ૨૬૫-૨૬૬માં ઘ-પરિશિષ્ટ તરીકે સંસ્કૃત છાયા સહિત છપાવ્યો છે. આની સુવર્ણસિદ્ધિ પૂરતી વ્યાખ્યા પૂરી પાડતી અને જિનપ્રભસૂરિએ વિ.સં. ૧૭૮૦માં રચેલી વૃત્તિના સંક્ષેપરૂપ અવચૂરિ ચ.પ્ર.ના મારા અનુવાદમાં પ્રથમ પરિશિષ્ટ તરીકે છપાઈ છે.” પ્રભાવચરિત્ર ભાષાંતર પૃ. ૧૪૦, ટિ. ૧માં જણાવ્યું છે કે – “આ શ્રી પાદલિપ્તસૂરિ રચિત “સુવર્ણસિદ્ધિગર્ભ મહાવીર જિનસ્તવન' જગત્યસુંદરી પ્રયોગમાલા મહાવીર ગ્રંથમાલા નં. ૧૦માં પ્રસિદ્ધ થઈ છે. (ગવર્નમેન્ટ લેક્શન ઓફ મેન્યુષ્ટિ ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટી. વોલ્યુમ XIX ભા. ૧, પૃ. ૧૮૨)”