________________
આ. શ્રી પાદલિપ્તસૂરિ
આ. શ્રી પાદલિપ્તસૂરિજીનું વિસ્તૃત જીવન ચરિત્ર ‘પ્રભાવક ચરિત્ર’ના પાંચમાં પ્રબંધમાં મળે છે. એનો સાર અને ઐતિહાસિક વિશ્લેષણ પં. કલ્યાણવિજયજી ગણિએ ‘પ્રબંધ પર્યાલોચન’ નામે પ્રભાવકચરિત્રની પ્રસ્તાવનામાં લખ્યું છે. બીજા વિદ્વાનોએ પણ લખ્યું છે એ બધાના આધારે અહીં થોડુંક જણાવીએ છીએ.
વિક્રમના પ્રથમ શતકમાં અયોધ્યાનગરીમાં વિજયબ્રહ્મરાજાના રાજ્યકાળમાં ફુલ્લશ્રેષ્ઠિની પત્ની પ્રતિમાએ પુત્રને જન્મ આપ્યો. નાગેન્દ્ર નામ પાડવામાં આવ્યું.
વિદ્યાધરગચ્છના આચાર્ય આર્યનાગહસ્તિને માતાએ સમર્પિત કર્યો. આઠમા વર્ષે દીક્ષા અપાઈ. શ્રી મંડનગણિ પાસે વિદ્યાભ્યાસ કર્યો.
१०
‘પાદલિપ્ત’ નામકરણ દીક્ષા વખતનું નથી પણ એકવાર ગોચરી વહોરીને આવેલા બાલમુનિને આચાર્ય નાગહસ્તિએ પૂછ્યું કે ‘આ કોને વહોરાવ્યું ?’ ત્યારે બાલમુનિએ કહ્યું કે :
अंबं तंबच्छीए अपुप्फियं पुप्फदंतपंतीए । नवसालिकंजियं नववहुइ कुडएण मे दिनं ॥
લાલ નેત્રવાળી પુષ્પસમાન દાંતવાળી નવવધુએ નવા ડાંગરની કાંજી વહોરાવી છે. આવું શૃંગા૨પૂર્ણ વર્ણન સાંભળી ગુસ્સે થયેલા આચાર્યશ્રીએ કહ્યું ‘પત્તિત્તોસિ.' ત્યારે બાલમુનિએ વિનયપૂર્વક કહ્યું કે એક કાનો વધારી આપો. પ્રસન્ન ગુરુભગવંતે કહ્યું : તું પાલિત-પાવૃત્તિપ્ત – પગે લેપ કરી આકાશમાં ઉડવાવાળો થા. આ પછી બાલમુનિ ‘પાદલિપ્ત’ તરીકે પ્રસિદ્ધ થયા.
-
દસ વર્ષના ‘પાદલિપ્ત’ મુનિને આચાર્યપદે બિરાજમાન કરવામાં આવ્યા.
૧.
૨.
આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજીના મતે પાદલિપ્તાચાર્ય વીર નિ.સં. ૪૬૭માં (જ્યો. ક.પ્રસ્તાવના) અને ઇતિહાસ વિદ્ પં. કલ્યાણ વિ. ગણીના મતે વિ.સં. ૨૦૦ આસપાસ થયા છે. શ્રી મધુસૂદન ઢાંકીના મતે ત્રણ પાદલિપ્તસૂરિ થયા છે. પ્રથમ જ્યોતિષ્કદંડકના કર્તા ઇસ્વીસનના બીજા-ત્રીજા સૈકામાં, બીજા ઇ. સાતમા સૈકામાં અને ત્રીજા ૧૦મા સૈકામાં થયા હોવાનો એમનો મત છે. (સંશોધન સળંગ અંક-૧૫-૧૬, પેજ ૨૧)
પ્રભાવક ચરિત્રના ‘પાદલિપ્તસૂરિ’ પ્રબંધમાં અને ‘વૃદ્ધવાદિસૂરિ’ પ્રબંધમાં આ. પ્રભાચન્દ્રસૂરિએ આર્યનાગહસ્તિને વિદ્યાધર વંશના આ. કાલકસૂરિની પરંપરામાં વિદ્યાધરગચ્છમાં થયા હોવાનું જણાવે છે. પં. કલ્યાણ વિ.મ. લખે છે કે— “ઘણા જુના સમયમાં એ વિદ્યાધરી શાખા હશે અને કાળાંતરે તે શાખા મટી ‘કુલ’ના નામથી પણ પ્રકાશમાં આવી હશે, અને છેવટે કુલનું પણ નામ છોડીને ગચ્છનું નામ ધારણ કર્યું હશે એમ લાગે છે. આ ઉપરથી પાદલિપ્તસૂરિને (વિદ્યાધર) કુલના અથવા વિદ્યાધર વંશના કહીએ તો કંઈ પણ હરકત નથી.” પ્રબંધ પર્યાલોચન પૃ. ૨૧