Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 17
________________ તડફડી તડફડીને આકુલ વ્યાકુળ થઈ રહેલા મને, નરકમાં આશ્વાસન આપનારને બદલે પરમાધામીના કડવા વેણ સહન કરવા પડશે કે ‘લે હવે કર મજા.’ જ્યારે પૂજ્ય ગુરુદેવે કહ્યું હતું કે “માંસાહાર છોડી ભવિષ્યની જીવોને ત્રાસ ન પહોંચાડ”, ત્યારે કહેતો કે, “કોણે જોયો છે પરલોક ?” માછલી વગેરે જીવોને મનોવ્યથા તળીને અને ઈંડા વગેરેને કેળાની જેમ બાફીને ખાતો હતો, ત્યારે તને ભાન નહોતું, લે હવે કર મજા'' એમ કહી પરમાધામી ધગધગતી ભઠ્ઠી ઉપર ચઢાવેલી કઢાઈઓમાં તળી નાખશે, મોઢામાં સીસાનો રસ રેડશે અને ત્રાહિમામ્ ત્રાહિમામ્ એવા મારા પોકારો કોઈ નહિ સાંભળે, ત્યારે શું થશે મારું ? ગુરુદેવ ! ઉપરથી પરમાધામી સંભળાવશે કે, “લે, બીજાની નિંદા કરવામાં આનંદ આવતો હતો કેમ ? લે, હવે કર મજા, તારી જીભ ખેંચી કાઢું છું.’’ 9...જો જે કરમાયા ની ગુરુદેવ ! મને મારી કાળી જીવન કિતાબ યાદ આવે છે ને શરીરમાં ઝનઝનાટી પેદા થઈ જાય છે. ધબકારા વધી જાય છે. અરે જીવડા ! તારું શું થશે ? કણ જેટલા સુખ માટે મણ જેટલા પાપો કર્યા છે, તેથી દુ:ખો તો ટન જેટલા આવશે, તો તું શી રીતે સહન કરીશ? ગુરુદેવ ! જરાક ગર્મી પડે છે, ત્યાં હાંફળો ફાંફળો થઈ પંખાની કે એરકંડીશનની હવા ખાવા દોડુ છું. તો પછી નરકની ભયંકર ભઠ્ઠીઓની અસહ્ય ગરમીને શી રીતે સહન કરીશ? જ્યાં લોઢું પણ ક્ષણવારમાં પિગળીને પાણી જેવું બની જાય છે. પરમાધામી ભઠ્ઠી ઉપર મક્કાઈની જેમ શેકશે, ત્યારે શી રીતે ગરમી સહન કરીશ ? સોડા, લેમન, બીયર, વ્હિસ્કી આદિ અભક્ષ્ય પીણા પીવામાં આનંદ આવતો હતો. લે, હવે તને તરસ લાગી છે, તો પી આ સીસાનો ગરમાગરમ રસ, પરસ્ત્રીઓના ચુંબન અને આલિંગન તને સારા લાગતા હતા, લે આ ધગધગતી લોઢાની પૂતળીઓ સાથે કર ચુંબન અને આલિંગન ! જીવોને ચીરીને અભક્ષ્ય ભોજન કરતો હતો, લે તારા ટુકડે ટુકડા કરી નાંખુ છું, એમ કહી કેરીના ટુકડાની જેમ શરીરના ટુકડા કરી નાંખશે. તે મારાથી શી રીતે સહન થશે ? વળી કહેશે કે જરાક દુર્ગંધ આવતી, ત્યારે નાક બંધ કરીને ત્યાં ડી-ડી-ટી છાંટવા તૈયાર થઈ જતો, તો લે હવે ભયંકર દુર્ગન્ધમય વાતાવરણમાં અને વૈતરણી નદીમાં અસંખ્યાત વર્ષ સુધી રહ્યા કર. જરાક કુરૂપ જોવું ગમતું નહોતું, તેના તરફ તિરસ્કાર અને ફિટકાર વરસાવતો હતો, લે હવે નરકમાં અસંખ્યાત વર્ષો સુધી કદરૂપા જીવોને જ જોયા કર. પોતાના દોષ જરાય સાંભળવા તને ગમતા નહોતા અને બીજાના દોષો ગાવામાં ખૂબ મજા આવતી હતી. લે, હવે સાંભળ્યા જ કર તારા દોષો અને ગુનાઓને ! નહિ સાંભળે અને ભાગી જવા પ્રયત્ન કરીશ, તો પટકી પટકીને ચૂરે-ચૂરા કરી નાખીશ. પરમાધામીઓના આવા કઠોર વચનો શી રીતે સહન કરીશ ? અહીં તો શાક-દાળમાં મીઠું-મરચું જરાક ઓછું આવી જાય, તો રૌદ્રરૂપ ધારણ કરી લઉં છું. તો પછી નરકમાં બીભત્સ અને દુર્ગંધમય નિરસઆહાર શી રીતે ગ્રહણ કરીશ ? ગુરુદેવ ! મારો આત્મા તો પાપથી ધ્રુજી ઉઠયો છે. ઓ કલ્યાણમિત્ર પૂજ્ય ગુરુદેવ ! ગુમરાહ થયેલા મને કોઈ સન્માર્ગ બતાવો ! જલ્દી બતાવો !!! હું શું કરું ? For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114