Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 54
________________ જો જે કમાય ના...46 10 રુપસેનના ભવ બગડ્યા... પૃથ્વીભૂષણ નગરમાં કનકધ્વજ રાજાની પુત્રીનું નામ સુનંદા હતું. રાજકુમારી યૌવનના આંગણે આવી ઊભી. તેનું રૂપ, લાવણ્ય અને સૌંદર્ય અદ્ભુત હતું. એક દિવસ રાજભવનની સામે પાનવાળાની દુકાને બંગદેશના રાજા વસુદત્તનો ચોથો પુત્ર રુપસેન પાન ખાવા આવ્યો. તે આમ તેમ જોતો હતો. એટલામાં તો સુનંદાની દૃષ્ટિ તેના પર પડતાની સાથે જ તેણીના રોમે રોમમાં કામ વ્યાપ્ત થઈ ગયો. સુનંદાએ દાસી દ્વારા પ્રયત્ન કર્યો કે જેથી રુપસેન તેણીને જુએ. આ રીતે દાસીના પ્રયત્નથી સુનંદા અને રુપસેનનું દૃષ્ટિનું મિલન થયું. તેણીએ દાસી દ્વારા રુપસેનને કહેવડાવ્યું કે, “તમે કૌમુદી મહોત્સવના પ્રસંગે રાજમહેલના પાછળના ભાગથી પધારજો.” ( કૌમુદી મહોત્સવના દિવસે માયા-કપટ કરીને સુનંદાએ માથું દુઃખવાનું બહાનું કાઢ્યું અને રાજદરબારમાં પોતાની દાસી સાથે રહી ગઈ. તેના માતાપિતા આદિ ગામ બહાર મહોત્સવ જોવા ચાલ્યા ગયા. કેવી ભયંકર છે આ કામ વાસના ! એના કારણે જૂઠ અને માયા સુનંદાએ કરી. એવી જ રીતે રુપસેન પણ માયા અને અસત્યથી બહાનું કાઢી ઘરમાં રહી ગયો અને તેના કુટુંબીઓને કૌમુદી મહોત્સવમાં મોકલી દીધા. - રુપસેન પોતાના ઘરના દરવાજા પર તાળુ લગાવી સુનંદાને મળવાના મનોરથમાં ઘરમાંથી નીકળી પડ્યો. આંખના દોષથી પ્રેરણા પામીને હવે કાયાના દોષના સેવનની ઈચ્છાથી તે મનમાં સુનંદાના રૂપ, લાવણ્ય અને તેના મિલનના વિચારો લઈ રસ્તે જઈ રહ્યો હતો. એટલામાં એક મકાનની ભીંત એના ઉપર તૂટીને પડી. પડતાંની સાથે જ દબાઈને મરણ પામ્યો. કેવી ભયંકર વિચાર શ્રેણીમાં મર્યો? મળ્યું કાંઈ નહિ, પરંતુ જીવે રાગદશા કેળવી પાપનો બંધ કર્યો. B u cation International For Personal & Povate Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114