Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 64
________________ જો જે કરમાય ના...56 | ઈર્ષ્યાથી કલંક આપનારી રાજુકમારીએ પ્રાયશ્ચિત ન લીધું અને પાપની સાથે જ મૃત્યુ પામી તેણીએ અનેક ભવોમાં પરિભ્રમણ કર્યું. તે પછી અનુક્રમે આ જ ગંગાપુર નગરમાં પુનઃ રાજકુમારી બની... વૈરાગ્ય પામી દીક્ષા લીધી... આયુષ્ય પૂર્ણ કરી બીજા દેવલોકમાં દેવી બની. ત્યાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્તિકાયદા નગરના રાજા હરિષણની પત્ની પ્રિયમતિની કુક્ષિમાં અવતરિત થઈ. એકવાર સંસારથી વિરક્ત થઈ રાજા હરિજેણે પોતાની પત્નીને કહ્યું... “હે પ્રિય ! હવે હું આ રાજપાટ છોડી તપોવનમાં જાઉં છું. ત્યાં હું મારી આત્મસાધના કરીશ.. તું અહીં જ રહેજે. પતિવ્રતા રાણી પ્રિયમતિ બોલી... પતિદેવ ! જે તમારો માર્ગ એ જ મારો માર્ગ... હું પણ આપને અનુસરીશ..” એ રાજાને ખબર નહોતી કે રાણી ગર્ભવતી છે... તેથી સહર્ષ અનુમતિ આપી દીધી. વિશ્વભૂતિ તાપસની પાસે દમ્પતીએ તાપસ ધર્મ સ્વીકાર કર્યો... જંગલમાં ફળાહાર આદિ કરીને પોતાનો નિર્વાહ કરવા લાગ્યા. દિવસો વ્યતીત થવા માંડ્યા... અને પ્રિયમતિના અંગોમાં ફેરફાર થવા લાગ્યો... ગર્ભના ચિન્હો પ્રગટ થવા લાગ્યા... આ સ્થિતિ જોઈ કુળપતિ ગભરાયો અને તે બન્નેને ત્યાં જ છોડી અન્યત્ર ચાલ્યો ગયો. ઋષિદત્તા અદશ્ય બનવા લાગી... દિવસો પસાર થતાં શી વાર? ગર્ભના દિવસો પૂરા થયા અને પ્રિયમતિ તાપસીએ સુન્દર પુત્રીને જન્મ આપ્યો. જન્મ આપતાંજ પ્રિયમતિ મરણને શરણ થઈ ગઈ. ઋષિની કૃપાએ આ પુત્રી પ્રાપ્ત થઈ છે, એમ વિચારી પિતા હરિફેણ તાપસે એનું નામ ઋષિદત્તા રાખ્યું. ધીરે ધીરે તેણીએ યૌવનના ઉંબરામાં પગ માંડ્યો... એનું રૂપ અને લાવણ્ય જોઈ પિતા હરિષણ ચિંતામાં પડી ગયા કે આ જંગલમાં આનું રક્ષણ કોણ કરશે?... “બેટા ! જો તને આ વિદ્યા આપું છું... અદૃશ્યીકરણી વિદ્યા છે. આનાથી તું તારી શીલરક્ષા કરજે.' આમ કહી પિતા હરિફેણ તાપસે ઋષિદનાને વિદ્યા શીખવાડી, જેના બળે અવસર-અવસરે એ અદૃશ્ય થઈ જતી.

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114