Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 70
________________ છે જે કરમાય r[...62 | પોતાની સાચી હકીકત છુપાવીને એ તાપસકુમાર ને બોલી “અરે કુમાર ! વર્ષો પહેલાં અત્રે એક હરિફેણ નામનો તાપરા રહેતો હતો. તેને એક દીકરી હતી... તેનું નામ ઋષિદત્તા હતું... તેના લગ્ન કો’ક રાજકુમારની જોડે કર્યા. એ ઋષિ પોતાનું આયુષ્ય પૂર્ણ કરી ગયા. હું ફરતો-ફરતો અહીં આવી ચઢ્યો... એકાંત પ્રદેશમાં આ મંદિર મને ગમી ગયું જેથી હવે હું અહીં રહું છું.” અત્યન્ત વિનમ્રતાથી અપાયેલ તાપસકુમારના જવાબથી | કનઃરથ એવો ખુશ થયો કે જાણે એને સાક્ષાત્ ઋષિદત્તા મળેગઈ. એણે તાપસ કુમારને કહ્યું કે તમને જોઈ જોઈને મારો આત્મા આનંદના સમુદ્રમાં હિલોળા લે છે. તેથી કૃપા કરી આપ મારી સાથે રહો. તાપસ કુમારે કહ્યું... “ભાઈ ! અ પારે ગૃહસ્થોની જોડે શો સંબંધ...?'' પણ કનકરથે ખૂબ આગ્રહ કર્યો, છેવટે કનકરથના આગ્રહને માન આપી તાપસકુમાર સાથે રહેવાની હા પાડી. યોગાનુયોગ સુલસા તાપસી ત્યાં આવી ચઢી. તાપસકુમારે અનુમાનથી જાણી લીધું કે મને ઘરમાંથી બહાર કઢાવવાવાળી આ જ હોવી જોઈએ. એથી એણે તાપસીને કહ્યું, ગુરુ ઉપદેશના બળે તપ કર્યો, પણ મને વિદ્યાની પ્રાપ્તિ હજુ થઈ નથી. અભિમાનમાં સુલતા તાપસીએ કહી દીધું કે, “મારી પાસે અવસ્થાપિની વગેરે વિદ્યાઓ છે. તેનો ઉપયોગ ઋષિદત્તા ઉપર સફળતાપૂર્વક કર્યો છે.” એમ જણાવીને સંપૂર્ણ વૃતાન્ત કહી સંભળાવ્યો. આ બધું જાણીને તાપસકુમારે એક જ વાક્યમાં જવાબ આપ્યો, “મારે આવી પાપવિદ્યાની જરૂરત નથી.’ પણ મનમાં તાપસકુમાર સમજી ગયો, કે મને આપત્તિમાં નાખનાર આ સુલતાનું જ બખડજંતર છે. પણ અવસરે જોઈશું, એમ વિચારી સ્વસ્થ બની ગયો. કેટલી બૈર્યતા અને ક્ષમા ! તાપસી રવાના થઇ. | તાપસ કુમાર અને કનડરથ વચ્ચે ગાઢ મૈત્રી... તાપસકુમારને પોતાની પાસે રાખી આખી રાત રાજકુમારે પરસ્પર આલાપ સંલાપ કર્યા. એક વાર રાજકુમારને ઋષિદત્તાના વિરહથી આકુળવ્યાકુલ જાણી તાપસ કુમારે પુછ્યું કે, “આવી તે કેવી ઋષિદના હતી, જેના કારણે તમે આટલા સંતપ્ત રહો છો ?’ જવાબમાં ગદ્ગદ્ સ્વરે કનકરથે એના રૂપ, લાવણ્ય અને ગુણોનું વર્ણન કરીને કહી દીધું, કે “મિત્ર ! એનું વર્ણન આ એક જીભે કરવું અશક્ય છે...” ation International For Po www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114