Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 91
________________ 83... જો જે રમાયે ના રાણી કુdલા. કુન્તલારાણીએ પોતાની સોક્યોને જિનભક્તિ આદિ ધર્મક્રિયાઓ શીખવાડી... પણ બન્યું એવું કે... એ બધી રાણીઓ ધર્મમાં ખૂબ આગળ વધી ગઈ. કુન્તલાના મનમાં ઈર્ષાનો કીડો ઘુસી ગયો... “મેં જ બધાને ધર્મ બતાવ્યો હતો અને આ બધી રાણીઓ !' તેણી એમ ન થયું કે, “ભલેને આગળ વધી. તારા ઘરનું શું જાય છે ! કરે છે તો ધર્મની જ ક્રિયાને !' ના... ધર્મ કરે એમાં ના નહિ, પણ રહેવી જોઈએ મારી પાછળ... જ પોતાની લીટી મોટી કરવા કરતાં બીજાની લીટીને ભૂંસી નાંખવાની આ ઈષ્યવૃત્તિએ કુન્તલાને બીજા ભવમાં કૂતરીનો જન્મ આપ્યો... આ જન્મમાં કરવાનું શું ? ભસ્યા જ રાખવાનું. કો'ક ની આ પંક્તિઓ કેવી સરસ જામે છે “કૂતરાની ઈર્ષ્યાવૃત્તિ ઉપર... પૂર્ણ ચંદ્રબિંબ, આકાશમાંથી ચાંદની વરસાવતું ઊગી નીકળ્યું અને નગરી આખી ધવલ બની ગઈ ! પણ એના એ પ્રકાશમાં નગરીના કૂતરાં તમામ જાગી ઊઠ્યા અને ભસવા માંડ્યા ! પણ કુતરા ગમે તેટલું ભસેને ગમે તેટલીવાર ભસે... અમીછાંટ વરસાવતી ચાંદની શી રીતે રેલાતી બંધ રહે ?' અને એને રેલાતી દેખે, તેમ તેમ કૂતરાને તો વધુને વધુ ચાનક ચડે ! એટલે કૂતરા બધાં ભસવા જ માંડ્યા ભર્...! ભસ્...! ભ...! એ તો ચાલ્યું...! એના ભસવાથી તારલાઓ ખરી પડવાના નથી...! તારલાનું કામ તારલા કરે અને કૂતરાનું કામ કૂતરા...! તારલા કોઈ દિ' ફરિયાદ કરતાં નથી કે અલ્યા ! ભસવું હોય તો ભસને... અમને જોઈ જોઈને શું કામ ભસે છે ! ના... તારલા તો ટીમટીમાવવાના જ અને કૂતરા તો ભસવાના જ... આ ઈષ્યવૃત્તિ એમના લોહીમાં વહેતી હોય છે. બીજા ઈર્ષ્યા કરે એટલે આપણેય ઈર્ષ્યા કરવાની ? ના ! આપણે ચાંદનીની જેમ પ્રસન્ન રહેવાનું. બીજાની પાસે ત્રણ બંગલા છે. ચાર મારુતી છે, તે આપણે એકનાય ફાંફા પડતાં હોય, ત્યારે ઈર્ષ્યા કરવાની ? ના, કદાપિ નહિ, બીજા રોજ બદામનો શીરો ખાતા હોય અને આપણને પેટનો ખાડો પૂરવા લુખો રોટલોય માંડ મળતો હોય, તો બીજાની ઈર્ષ્યા કરવાની ? ના... જો-જો.. હો... કોઈ દિ આવી પણ નાની સહેજ ઈર્ષ્યા થઈ ગઈ હોય, તો ગુરુ ભગવંત પાસે આલોચના લેવાનું ભૂલતા નહીં.. નહિંતર કુન્તલાથી ય ભૂંડા હાલ આપણા થવાના અને પછી તો કૂતરા થઈને કરવાનું પણ શું ? નહિ સામાયિક કે નહિ પૌષધ, માત્ર ભસ્યા જ રાખવાનું. Jain Education international For Personal & Pivate Use Only wwwjainelibrary.org

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114