Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 97
________________ 89...છે જે માત્ર ના દેવદ્રવ્યની આલોચના ને લીધી.. સાકેતપુર નગરીના સાગર શેઠ દેરાસર બંધાવવાનો વહીવટ સંભાળતા હતા. કમાઈ કરવાની દ્રષ્ટિથી દુકાનમાંથી કારીગરોને પૈસાના બદલામાં માલમસાલા આપતા હતા. એ રીતે ૧૦૦૦ કાંકણી એટલે ૧૨.૫૦ રૂપિયાની કમાણી કરી. તેની આલોચના ન લીધી. ત્યાર પછી અંડગોલક મત્સ્ય, વચ્ચે વચ્ચે અનેક ભવ કરીને સાતેય નરકમાં બબ્બેવાર ગમન, ૧૦૦૦-૧૦૦૦ ભવ ભૂંડ, બોકડા, હરણ, સસલા, શાબર, શિયાળ, બિલાડા, ઉંદર, ગરોળી, સર્પના અને ૧ લાખ વિકસેન્દ્રિયના ભવ થયા. ત્યાર પછી દરિદ્ર મનુષ્ય બનીને જ્યારે જ્ઞાની ગુરુને પૂછ્યું, ત્યારે ગુરુએ તેનું કારણ બતાવ્યું. સાગર શેઠના જીવે સાડા બાર રૂપિયાની આલોચના લઈ હજાર ગણા એટલે ૧૨૫૦૦ રૂપિયા દેવદ્રવ્યમાં ખર્ચા અને તીર્થંકર નામકર્મ બાંધી ત્રીજા ભવે મોક્ષમાં ગયા. દેવદ્રવ્યના ભક્ષણથી આલોચના ન લીધી, તો તીર્થંકરના આત્માના પણ આવા ભયંકર હાલ થયા. માટે સત્પરુષોએ આલોચના લેવા માટે અવશ્ય ઉદ્યમ કરવો જોઈએ.

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114