Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 102
________________ જો જે રમાય ના...94 આલોચના-પ્રાયશ્ચિત લઈને શુદ્ધ બનેલી પુષ્પચૂલા... સંતાનના અત્યંત અનુરાગથી પુષ્પકેતુ રાજાએ પ્રજની સભા બોલાવી, તેમાં કપટથી પુત્રીના લગ્ન પુત્ર સાથે કરવાની અનુમતિ મેળવી લીધી. D JOOOOO DOIDOTO - પુષ્પભદ્ર નગરમાં પુષ્પકેતુ નામનો રાજા હતો. તેની પુષ્પવતી નામની રાણી હતી. તેણીએ પુષ્પપૂલ અને પુષ્પચૂલા નામના યુગલને જન્મ આપ્યો. પુષ્પચૂલ અને પુષ્પચૂલા પરસ્પર ઘણા જ પ્રેમભાવથી મોટા થયા હતા. એક બીજાથી જુદા બિલકુલ રહી શકતા | * હોતા. હવે રાજા વિચાર કરવા લાગ્યો કે જો પુત્રી પુષ્પચૂલાના લગ્ન બીજે કરીશ, તો બન્નેનો પરસ્પર વિયોગ થઈ જશે. તેથી પ્રજાની સભા બોલાવી અને સભામાં પુષ્પકેતુ રાજાએ પ્રશ્ન કર્યો કે, “મારી ધરતી ઉપર રત્ન ઉત્પન્ન થાય, તો તેને કયાં જોડવાનું?’ 3 જાએ ઉત્તર આપ્યા કે ઉત્પન્ન થયેલ રત્નનો જોડવાનો અધિકાર આપનો જ છે, રાજાએ જાહેર કર્યું કે, “હવે આ પુત્રરત્ન અને પુત્રીરત્નને જોડું છું.' એમ કપટ કરીને બન્નેના પરસ્પર લગ્ન કરાવી દીધા. આવા અયોગ્ય પ્રસંગને જોઈ પુષ્પવતીને ઘણું જ દુઃખ | લાગ્યું. વૈરાગ્યભાવમાં આવી તેણીએ દીક્ષા લઈ લીધી. કાળ કરીને દેવ બની. પુષ્પકતુ રાજા પણ કાળાંતરે પરલોક પહોંચી ગયો. Jan Education international For Personal & Pavale Use Only: www.jana tanong

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114